SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ કરનાર જિન કલસૂરિ પધાર્યા. રૂદ્રપાલે પરિવાર સહિત આચાર્યને વંદણુ કરી. આચાર્યે ધર્મોપદેશ આપે. આચાર્યો સમરમાં ઉત્તમ લક્ષણે જોઈ, હેના પિતા રૂદ્રપાલને કહ્યું – “તમારા પુત્ર સમરને અમારી દીક્ષાકુમારી સાથે પરણાવે.” એમ કહીને આચાર્ય ભીમપલ્લીપુરમાં ગયા. બીજી તરફ રૂદ્રપાલે આ હકીકત પિતાના સ્વજનેને કહી સંભળાવી. સમરે પણ આ હકીકત જાણી. હેની ઈચ્છા તે દીક્ષા લેવાની થઈજ ગઈ, પરતુ હેની માતાએ એકદમ સમ્મતિ ન આપી. સમરને હેણીએ ઘણે ઘણે સમજાવ્યું, પરંતુ તે પિતાના નિશ્ચયમાં એકનો બે ન થયે. છેવટે માતા-પિતાએ આજ્ઞા આપી. પોતાના સગા સંબંધીઓ અને સ્નેહી મંડળ સાથે રૂદ્રપાલ અને ધારલાદેવી પિતાના પુત્રને દીક્ષાકુમારી સાથે પરણાવવા માટે ધૂમધામથી જાન લઈ વિદાય થયાં. બહુ હર્ષ પૂર્વક સમરની આ જાન ભીમપલીમાં આવી, હાં ૧ જિનકલસરિનો જન્મ સમિઆના નગરમાં સં. ૧૩૩૭ માં થયો હતા. તેમનું ગેત્ર છાજહેડ હતું. પિતાનું નામ જિલ્હાર, અને માતાનું નામ જયતશ્રી હતું સં. ૧૩૪૭ માં દીક્ષા; ૧૩૭૭ નાયેષ્ઠ વદિ ૧૧ ના દિવસે રાજેન્દ્રાચાર્યે સૂરિમંત્ર આપ્યો.૧૩૮૯ના ફાગુણ વદિ અમાવાસ્યાએ દેરાઉરનગરમાં સ્વર્ગગમન. તેઓ ન્હાના દાદાના નામથી પ્રસિદ્ધ છે. હેમના શિષ્યોમાં જયધર્મ ઉપાધ્યાય, લધિનિધાન ઉપાધ્યાય, વિનયપ્રભ ઉપાધ્યાય અને જિનપદ્મસૂરિએ મુખ્ય હતા. હેમણે તરૂણુપ્રભાચાર્યને આચાર્ય પદવી આપી હતી. આમણે જિનપ્રબોધસૂરિની મૂર્તિની સં. ૧૩૮૧ માં પ્રતિષ્ઠા કરી હતી. આ મૂર્તિ ઉદેપુરની પાસે દેલવાડાના મંદિરમાં છે. વધુ માટે જુઓ રત્નસાગર બીજો ભાગ પૃ. ૧૧૮. - ૨ ભીમપલ્લીને હાલ ભીલડી કહે છે. આ ગામ ડીસા શહેરથી પશ્ચિમમાં લગભગ ૧૧ માઈલ ઉપર આવેલું છે. ભીમપલ્લી એ ઐતિહાસિક પ્રાચીન ગામ છે. અહિં ઘણું ઇતિહાસ પ્રસિદ્ધ બનાવો બનેલા છે. આ સંબંધી નિશ્રી કલ્યાણુવિજ્યજીએ આત્માનંદપ્રકાશના ૧૮ મા પુસ્તકના ૩ જા અંકમાં “જેનતીથ ભીમપલી અને રામસૈન્ય” શીર્ષક લખેલ લેખ સારું અજવાળું પાડે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy