SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જીનવર કહે છે જ્ઞાન તેન જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં. તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળો, જીનવ૨ કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૧) નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ ચાતુરી, નહિ મંત્ર-તંત્રે જ્ઞાન ભાષ્યો, જ્ઞાન નહિ ભાષા ઠરી નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો જીનવ૨ કહે છે શાન તેને સર્વ ભવ્યો સાંભળો (૨) આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૩) કેવળ નહીં બ્રહ્મચર્યથી કેવગળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૪) શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજ રૂપને કી તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને તો જ્ઞાન તેને ભાખીયું, જો સમ્મતિ આદિ સ્થળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો (૫) આ ગાથા સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી. પરંતુ ફક્ત બાહ્યાચારથી સંયમ પાળવામાં આવે તો તે જ્ઞાન નથી તેવો ભાવ છે. Jain Education International 2010_04 ૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004592
Book TitleMokshmargna Pagathiya
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year2004
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy