SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પણ મને તો એવું કહેવાનું મન થાય છે તે સ્વાવાદના અમીરસમાં ઝબોળાઈને પ્રકટ થઈ છે માટે પૂર્ણ છે અને પૂર્ણ પૂર્ણને સ્પર્શે છે, ખેંચે છે અને અંતે અપૂર્ણને પૂર્ણ કરીને જંપે છે. પ્રસ્તુત પ્રકાશનને રળિયાત કરવામાં ઝાઝા હાથ ભળ્યા છે. આ પ્રકાશને પણ ખાસ્સો સમયપટ લીધો છે પણ તેનો રંજ નથી, રાજીપો છે. કાંઈ ને કાંઈ નવું મળતું જ રહ્યું છે. વાચક પોતે જ તેનો સુખદ અનુભવ કરશે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના પવિત્ર શબ્દો સાંભળવાનું સદ્દભાગ્ય વિ.સં.૨૦૧૭ના ચૈત્ર મહિનામાં સર્વ પ્રથમ વાર સાંપડ્યું. પૂજ્યપાદ દાદાગુરુ પીયૂષપાણિ આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ વહેલી સવારે પરોઢિયે ૩૫૦ ગાથાના સ્તવનની છેલ્લી ઢાળ લલકારીને બોલતા અને તેઓએ પ્રેરણા કરેલી એનું આજે પુણ્યસ્મરણ થાય છે. પછીથી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયધુરન્ધરસૂરિ મહારાજે ચોવીસી પહેલી કંઠસ્થ કરાવેલી એનું પણ સ્મરણ મનમાં રમે છે. અને આવાં બધાં શ્રુતસેવાનાં કાર્યોમાં પૂજ્યપાદ સૌમ્યમૂર્તિ આચાર્યશ્રી વિજયદેવસૂરિ મહારાજ, ગુરુમહારાજ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય હેમચન્દ્રસૂરિ મહારાજની કૃપાપૂર્ણ વાત્સલ્યસભર સ્નેહદૃષ્ટિનો લાભ મળતો જ રહ્યો છે, તે વાતનું સ્મરણ પણ મનને આનંદથી ભરી દે છે. સાથે શિષ્યવર્ગમાં પં. રાજહંસવિજયજી, મુનિ દિવ્યયશવિજયજી, મુનિ મલયગિરિવિજયજીનો પણ ઉપાધ્યાયજી મહારાજના સ્તવન-સાહિત્ય તરફનો અનુરાગ પણ આજે યાદ આવે બીજાં પ્રકાશનોની જેમ જ પ્રો. શ્રી કાંતિભાઈ બી. શાહનો આત્મીયતાથી ભર્યો ભર્યો સહયોગ મળ્યો છે જે આનંદદાયી છે. પ્રકાશનની શોભાનો જશ ભાઈ રોહિત કોઠારીને આપવા અનુરોધ છે. ૧૦ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy