SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ दुक्करं करेउंजे तारुण्णे समणत्तणं હજારો પ્રકારના હોય છે. જૈન ધર્મમાં દૂધ, દહીં, ઘી, તેલ, કડા (એટલે કડઈમાં તળેલી), ગોળ અને સાકર એ દ્રવ્યોને “વિગઈ' તરીકે ઓળખવામાં આવે છે. “વિગઈ” શબ્દ વિકૃતિ પરથી આવેલો છે. આ પદાર્થોમાં શરીરમાં વિકૃતિ જન્માવવાની શક્તિ રહેલી છે. એટલે એનો ઉપયોગ અત્યંત મર્યાદિત પ્રમાણમાં જ કરવાનો હોય છે. એની અતિ માત્રા વિકાર જન્માવ્યા વગર રહેતી નથી, કારણ કે એથી સપ્ત ધાતુના રૂપાંતરમાં ફરક પડે છે. અને એવો ફરક શરીર ઉપર અથવા છેવટે ચિત્તની વિચારધારા ઉપર પ્રબળ અવળી અસર કરી જાય છે. જેઓ પોતાની વિચારધારાનું દિનરાત સતત અવલોકન કરતા રહે છે તેઓને આ વાત તરત સમજાય એવી છે. આથી જ કેટલાયે જૈન સાધુઓ વિગઇનો ઉપયોગ કરતા નથી અને કેટલાક તો એ ન વાપરવા માટે જીવન પર્યંતનાં પચ્ચકખાણ લે છે. વિગઈનો ઓછો ઉપયોગ થાય તો શરીર કુદરતી રીતે જ કુશ રહે. સાધુ કૃશકાય હોય તો જ શોભે. સાધુ હોવું અને અલમસ્ત તગડા રહેવું એ બંને સાથે હોઈ ન શકે. (સિવાય કે જન્મજાત કોઈ ખોડ હોય). “તમારી તબિયત બહુ ફાંકડી થતી જાય છે” એવું વચન સાધુ માટે શોભે નહિ. જે સંન્યાસીઓ રાત પડ્યા પછી મિષ્ટાન્ન સહિત ભારે ભોજન પેટ ભરીને કરે છે તેઓને ખરાબ સ્વપ્નો આવે છે અને નિદ્રાવસ્થામાં વિકાર અને અલનના પ્રસંગો પ્રાપ્ત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy