SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ, પ્રેમ, કરુણ, શકિત, જ્ઞાન અને સુખમય તમારું જીવન બની જશે. ટૂંકમાં તમારા જીવનના તમે અભુત કલાકાર છે. દિવ્ય -કલાત્મક જીવન બનાવો. પરમાત્માને જીવનના કેન્દ્ર સ્થાનમાં પલા. તમારું જીવન પરમાત્માના સાનિધ્યથી ભર્યું ભર્યું બની જશે. દર્શનાત દુરિત વંસી, વંદનાત વાંછિત પ્રદર ! પૂજના પૂરક: શ્રીણાં, જિને સાક્ષાત સુરકુમઃ | God is my Instant, Constant, Abudent supply of every potent Good : આ પુસ્તકમાં લખેલ કેટલીક વાત એવી છે કે, જે સાધનાથી જ સમજી શકાય તેવી છે. “પૂજ્ય ગુરૂ ભગવંત ધ્યાન સિદ્ધ પુરુષ હતા.” તેમના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલ કેટલીક મૌલિક અને તાત્વિક વિચારણા આ પુસ્તકમાં છે, જે સ્થિર ચિત્તે વિચારવા સાધનાપ્રેમી વાચકે ને વિનંતી છે. આમાની અખૂટ સંપત્તિના ખજાનાને ખેલવાની દિવ્ય ચાવીરૂપ આ પુસ્તક વાચકેનાં કરકમલમાં મૂકતાં દિવ્ય આનંદ અનુભવાય છે. જીવનમાં પરમ સુખ, દિવ્ય આનંદ અને શાંતિને અનુભવ કરવાની મહાન કળથી ભરપૂર આ પુસ્તક આપણા જીવનની અણમેલ સંપત્તિરૂપ છે. આ પુસ્તક પ. પૂ. ભદ્રકવિજયજીની પ્રેરણાનું ફળ છે. આમાં જે કંઈ સારું છે તે તેઓશ્રી પાસેથી મળેલું છે. તેઓશ્રીની કૃપાનું ફળ છે. આમાં જે કંઈ ત્રુટિ છે તે મારી પિતાની છે. આ પુસ્તકના લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તેની ત્રિવિધ ક્ષમા યાચું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy