SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ આવા આત્મ-અનુભવની પ્રકિયા, આપણું મહાપુરુષોએ રચેલાં પ્રભુસ્તુતિ-સ્તવમાં વારંવાર આપણે જોઈએ છીએ. અનુભવરસનું અમૃત મહાપુરુષોએ ચાખ્યું છે, અને અથ આત્માઓને અનુભવ અમૃત ચખાડવા તવનમાં તેને માર્ગ બતાવ્યો છે, તેના ચેડાં ઉદાહરણ આપણે જોઈએ ? પૂ. ઉપા. શ્રી માનવિજયજી મ. રચિત અજિતનાથ ભગવાનનું સ્તવન “અજિત જિનેશ્વર ચરણની સેવા, હેવાએ હું હળીએ; કહીએ અણચાખ્યો પણ અનુભવ, રસને ટાણે મળીયે. તું અનુભવ રસ દેવા સમરથ, હું પણ અરથી તેહને, પ્રભુની મહેરે તે રસ ચાખે, અંતરંગ સુખ પામ્યા.” અનુભવ–અમૃતનું પાન કરવા માટે પરમાત્મા એ જ પુષ્ટ નિમિત્ત છે, આપણે ચૈતન્યને પરમાત્મ-સ્વરૂપ અનુયાયી બનાવીએ તે જ અનુભવ-અમૃત મળે તેમ છે. શ્રી ચિદાનંદજી મહારાજ નેમનાથ ભગવાનના સ્તવનમાં પણ કહે છે. “પણ તુમ દરિશન ચોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હે સહુ કમ વિનાશ.” પરમાત્મદર્શન એ જ આત્માનુભવને પ્રકાશ પ્રાપ્ત કરવાની કળા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy