SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વશિરોમણિ શ્રી નવકાર ચિત્ર પરિચય શ્રી નવકાર મહામંત્રને શાસ્ત્રોમાં ઉપમાતીત વિશેષણોથી વર્ણવ્યો છે. શ્રી નવકારની અસીમ શકિતઓના સામાન્ય પરિચય માટે અમુક વિશિષ્ટ ઉપમાઓ જણાવાય છે, પણ તે ખરેખર શ્રી નવકારના યથાર્થ સ્વરૂપને જણાવી શકતી નથી. આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે આ ચિત્ર છે. આ ચિત્રમાં વચગાળામાં ખૂબ જ શ્યામ રંગની પૃષ્ઠભૂમિકા આપણા જીવનમાં ખૂબ જ ગાઢ રીતે ફેલાયેલ મિથ્યાત્વ, અજ્ઞાનાદિનો અંધકાર સૂચવે છે. તેમાં લાલ પૃષ્ઠભૂમિકાએ સફેદ સ્ફટિક જેવા અક્ષરોથી ચકચકતો શ્રી નવકાર સિદ્ધપદની શાશ્વત ભૂમિકાએ પહોંચવાની સુદઢ લક્ષ્યની જાગૃતિ સાથે શ્વેતવર્ણથી શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની પ્રધાનતા શ્રી નવકારના આરાધકો માટે દર્શાવે છે. આને ફરતા બહારના વર્તુળમાં નીચેથી ખીલેલી ફળસમૃદ્ધ વેલડીના દશ્યમાં નવ ચીજો શ્રી નવકારની અનુપમ શકિતનો પરિચય આપનારી દર્શાવી છે. ૧. સૌથી ઉપરના મથાળે દશ કલ્પવૃક્ષો પાંચની બે લાઇનમાં દર્શાવ્યાં છે, તે એમ સૂચવે છે કે – યુગલીયા વગેરે પુણ્યશાળી જીવોની સઘળી મનોકામના પૂર્ણ કરનારા આ કલ્પવૃક્ષો મનથી ચિંતવેલું જ માત્ર આપે છે, અને તે પણ પુણ્ય-સાપેક્ષ રહીને જ ગમે તેને ગમે તે ચીજ ગમે તેટલી આપવાની શક્તિ કલ્પવૃક્ષમાં નથી. જ્યારે નવકાર તો સર્વ જીવોને ધાર્યા કરતાં વધુ પુણ્ય ન હોય તો નવું ઉપજાવીને પણ આપીને છેવટે આત્માની અખૂટ શદ્ધિ પણ આપે એટલે શ્રી નવકાર કલ્પવૃક્ષથી પણ ચઢિયાતો છે. ૨. ડાબે કામધેનુ છે. ૩. જમાણે કુંભ છે. આ બંને ચીજો સંસારી પૌગલિક પદાર્થો પુણ્યસાપેક્ષ રીતે ચિંતવ્યા પ્રમાણે દેવાધિષિતપણાને લીધે આપે છે. પણ શ્રી નવકાર તો આત્માના અનુપમ મહિમાશાલી વિશિષ્ટ સદ્ગણોના ઐશ્વર્યને સાદિ-અનંત ભાગે આપે છે. તેથી શ્રી નવકાર કામધેનુ અને કામકુંભ કરતાં પણ ચઢિયાતો છે. ૪. ચિત્રમાં ડાબે અમૃતકુંભ અને ૫. જમણે ચિંતામણિરત્ન દર્શાવ્યું છે. ખરેખર અમૃતમાં સંસારી રોગોને સમૂળ નાશ કરી અદ્દભુત આરોગ્ય આપવાની શક્તિ આયુ આદિ શુભકર્મ સાપેક્ષપણે છે. પણ શ્રી નવકાર તો ભવોભવનાં વિવિધ દુઃખોના મૂળ કારણસમાં કર્મરૂપ ભાવરોગને મૂળમાંથી નષ્ટ કરી અનંત અવ્યાબાધ પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. તેથી શ્રી નવકારના પ્રત્યેક વર્ગો અમૃતકુંભ કરતાં પણ વધુ મહત્ત્વના છે. તથા ચિંતામણિરત્ન માંગણી પ્રમાણે પુણ્યસાપેક્ષ રીતે જગતના પગલિક વૈભવને કદાચ આપે, પણ શ્રી નવકાર તો ભકિત-શ્રદ્ધા અને શરણાગતિના સુમેળના પરિણામે ઇહભવ-પરભવની લૌકિક-લોકોત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy