SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ STD ૩૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ચાણસ્મા ૩૦-૩-૮૪ વિ. આંતરિક વિચારધારાને શાસ્ત્રાજ્ઞા સાથે જોડી રાખવાની આરાધકની પ્રથમ ફરજ છે. વિચારધારા એ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની ભૂમિકાથી પ્રગટે છે, પણ તે જ્ઞાનોની ક્ષયોપશમની પૃષ્ઠ ભૂમિકામાં મોહનીયના સંસ્કારોની ચિરસંચિત અસર સતત કાર્યશીલ હોય છે. તેથી વિચારો ધ્યેયગામી બનવાના બદલે પુદ્ગલના રાગની ક્ષણજીવી અસરોથી ઈધર-ઉધર જે તે દિશામાં પ્રવર્તે છે. Jain Education International લી પૃષ્ઠ ભૂમિકાના મોહના સંસ્કારોની અસર ઘટાડવા માટે જ્યારે વિશિષ્ટ જ્ઞાની સદ્ગુરુ ગીતાર્થ ભગવંતનાં ચરણોની નિશ્રાએ નિખાલસ આત્મસમર્પણ સાથે રહેવાનો પ્રયત્ન કરાય ત્યારે મંદ થતા આંતરિક વિચારોમાં ચંચળતા ઘટે અને ધ્યેયગામી વિચારો બની શકે. આ માટે આરાધનાના પંથે ચાલતા આરાધક પુણ્યાત્માઓએ વિચારધારાને શાસ્ત્રાજ્ઞા સાથે જોડી દેવાની જરૂર છે જેનાથી જ્ઞાનીઓની એકાંત હિતકર કલ્યાણ સાધક આજ્ઞાનું બળ આપણી કર્તવ્ય પદ્ધતિમાં ઉમેરાવાથી, મોહના સંસ્કારોની ક્ષીણતા વધુ થવા પામે. આ માટે શ્રી નવકારના આરાધકે જિનશાસનની આરાધનાનો મુદ્રાલેખ હૈયામાં કોતરી રાખવા જેવો છે કે અજ્ઞાનાદિથી ઊપજતા મોહાદિનાં બંધનોથી પોતાની જાતને છોડાવવાનો પુરુષાર્થ કરવો. આ મુદ્રાલેખ દરેક આરાધક આત્માએ પોતાના વિચારોની પકડથી સ્પષ્ટ સભાનપણે પકડી, અંતરના હૈયામાં પધરાવવાની જરૂર છે. ધન્ના, શાલિભદ્ર કે અર્જુનમાલી અને દઢપ્રહારી આદિ આરાધક પુણ્યાત્માઓએ આ જાતના ધ્યેયને મનોભૂમિકામાં એવું ઠસાવ્યું હતું કે વ્યાવહારિક અનેક જાતની સારી-ખોટી પરિસ્થિતિમાં પણ કર્મોનાં બંધનોમાંથી છૂટવાના પુરુષાર્થને વળગી રહ્યા. સરવાળે પોતાના આત્માને તીવ્ર કર્મોના બંધનમાંથી છોડાવીને રહ્યા. આપણી અંતરંગ સાધનામાં જોઈએ એટલું બળ નથી આવતું એનું કારણ સૂક્ષ્મ રીતે ચિંતવતાં સ્પષ્ટ સમજાય છે કે આપણી ક્રિયાઓના બંધારણના પાયામાં લક્ષ્યની જાગૃતિનું બળ ઓછું હોય છે. કર્મો એ બંધન તરીકે યથાર્થ રીતે ઓળખાયા ન હોવાથી તેને હટાવવા તીવ્ર પ્રયત્નનો ઉમળકો જાગતો નથી. તેથી આપણી ક્રિયાઓમાં વીર્યોલ્લાસ ભળતો નથી. આ ભૂમિકા ફેરવવા માટે મોહના ઉદયથી વીર્યોલ્લાસ સ્ફુરતો નથી તેમજ કર્મોને બંધન તરીકે આપણે સ્વીકારી શકતા નથી. તેથી આપણી દરેક પ્રવૃત્તિના મૂળમાં રહેલ મોહના સંસ્કારોની સતત વહેતી અસરને નિર્મૂળ – ક્ષીણ કરવા માટે, જ્ઞાની – નિર્દિષ્ટ ક્રિયાઓ, સ્વકક્ષાનુરૂપ ભૂમિકાને જાળવી, જ્ઞાનીઓની નિશ્રાએ શાસ્રીય મર્યાદાઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy