SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૯૫ હવે સદ્વ્યવહારને ટકાવનારા ચાર સદ્ગુણો જે ૨૦ મુદ્દાના જીવનશુદ્ધિના કાર્યક્રમમાં શિરોમણિરૂપ દેખ્યા છે. તેનું સ્વરૂપ વિચારીએ. ૧૭. લોકાચારનું અનુસરણ - નિશ્ચયલક્ષી જીવન જીવવાના નિર્ધાર છતાં આપણે જે ભૂમિકા ઉપર જીવીએ છીએ તે ભૂમિકાથી આગળ વધવાના વિશિષ્ટ સંયોગો આપણને ન મળ્યા હોય તે દરમ્યાન, સંયોગોથી સર્જાયેલી ભૂમિકાને અનુરૂપ રહેવું પડે. એટલે ઊંચી લક્ષ્ય-દષ્ટિ રાખવા છતાં ભૂમિકાએ સર્જાયેલ સંજોગોને અનુરૂપ વિશિષ્ટ લૌકિક – ભલે ગાડરિયા પ્રવાહને માન ન આપે પણ બહુજનમાન્ય શિષ્ટ પુરુષોએ સંમત કરેલ લૌકિક પૂલ વ્યવહારોની અવગણના કરવી વાજબી નહિ. ત્રિકરણ યોગ શિષ્ટ સંમત, બહુજનમાન્ય લોકવ્યવહારને અનુરૂપતા કેળવવી આત્મા માટે ખાસ જરૂરી છે. અન્યથા ઉચ્ચ લક્ષ્યની વાતોના તોરમાં, સામાન્ય શિષ્ટ સંમત લૌકિક વ્યવહારોની ઉપેક્ષા ઘણી વાર આપણા સ્વીકારેલ માર્ગની તેજસ્વી પ્રભાને ઝાંખી કરવાનું દૂષણ આપણા હાથે થવા પામે છે. માટે બહુજનમાન્ય શિષ્ટસંમત ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ ન લાગતા લૌકિક વ્યવહારોની અવગણના ન કરવી. હાર્દિક રીતે નહીં છતાં સ્કૂલ બુદ્ધિવાળાઓના લાભાર્થે બાહ્યથી પણ તેમાં ભળતા રહેવું જરૂરી છે. ૧૮. સર્વથા ઔચિત્ય પાલન - લોકોમાં મોહના સંસકારોના ક્ષયની તરતમતા હોય, મોહના ક્ષયની વિશિષ્ટતાવાળા જીવો અ૯૫ હોય, એટલે જનસાધારણમાં થોડા ઘણા મોહના ક્ષયની પણ ભૂમિકાવાળા = ખાનદાન-સુયોગ્ય ધર્માવિરોધી સ્વજન વર્ગ આદિ સાથે તેમની કક્ષાને અનુરૂપ તેઓની વિચારધારામાં વિવેકની પ્રભા જળવાઈ રહે તે રીતે, ઔચિત્યનું પાલન સર્વથા = સર્વ રીતે – મનથી વચનથી કાયાથી કરવું ખાસ જરૂરી છે. આપણે ઉચ્ચ કક્ષાએ જવાની સફળ તૈયારીમાં હોઈએ તેથી નીચલી કક્ષાએ રહેનારા તરફ તિરસ્કાર-ધૃણા કે આ બધા કંઈ નથી, મૂઢ છે, અજ્ઞાની છે, આદિ ઉપેક્ષાજન્ય દુર્ગછાવૃત્તિથી તેઓ સાથે વ્યવહાર રાખવામાં ન આવે તો તેઓની અંતરદષ્ટિ ખૂલી ન હોવાથી કદાચ તેઓ આપણા માર્ગની અવહેલના કરે – ટકા ઓછા મૂકે. પરિણામે તેઓ મોહના આવરણમાં ફસાય તો નિમિત્ત આપણે બન્યા કહેવાઈએ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તો નિમિત્તની પ્રધાનતા છે. વ્યાવહારિક – ભૌતિક ક્ષેત્રમાં ઉપાદાનની મુખ્યતા છે. તેથી સામો આત્મા ભલે અજ્ઞાનવશ પણ, આપણી યથોચિત મર્યાદાના પાલનની ખામીના નિમિતે, જો તે જિનશાસનની તેજસ્વી પ્રજાને ઝાંખપ લાગે તેવી વિચારસરણીમાં ફસાય તો તે જવાબદારી આરાધક તરીકે આપણી છે. માટે આરાધકે ગુરગમથી ગીતાર્થોની દોરવણી મુજબ ધર્મની આરાધનાના પંથે નહીં આવેલા લોકો સાથે પણ, વ્યવસ્થિત રીતે ઔચિત્ય પાલન દ્વારા તેઓના હૈયામાં જિનશાસનનો આરાધક કેવો ઉદાત્ત, ગંભીર આશયવાળો છે કે આપણે તેમના ધર્મની આરાધનાના પંથે નથી છતાં આપણી સાથે બાહ્ય વ્યવહારમાં કેટલો આદર્શ વિવેક છે ? આનાથી સામાના હૈયામાં, આપણી કરાતી આરાધનાના અનુમોદનાનાં બીજ વવાય છે. પરિણામે સામો આત્મા કયારેક સમ્યક્ત્વની પૂર્વભૂમિકાએ આવી જાય છે. માટે ઔચિત્યપાલન સર્વથા કરવું જરૂરી છે. ૧૯. કઠે પ્રાણ આવે તો પણ નિંદનીય કામમાં પ્રવર્તવું નહીં- જીવનશુદ્ધિ માટે મથતા પુણ્યાત્માએ અંતરથી હેય-ઉપાદેયનો વિવેક એટલો સ્પષ્ટ જાગૃત રાખવો ઘટે કે, ન છૂટકે અર્થદંડની પ્રવૃત્તિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy