SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૪. ઉપધાન = ગુરુચરણે જાતને સમર્પી, આથવોના રોધ સાથે, તપ-સંયમની ગંગામાં આપણી જાતને ઝબોળી દેવાની તત્પરતા-જ્ઞાન મેળવવાની વાચના પદ્ધતિની પ્રાચીન પ્રણાલિકાનું યથાર્થ પાલન. ૫. અનિન્જીવ પોતાના જ્ઞાનદાતા ગુરુના ઉપકારને ન ભૂલવાની વાતના આધારે, પોતાની બાહ્ય જ્ઞાનૈશ્વર્ય સંપદાથી, પોતાની જાતને અભિમાનના શિખરે અગર આપબળની ખોટી બડાશ મારવાની વૃત્તિ પર વિજય મેળવવાની તત્પરતા. આ પાંચ ભૂમિકા પરથી આપણી જાતને પસાર કરવાથી આત્મતત્ત્વની ગહન-સૂક્ષ્મ વાતો પારખવા જરૂરી વિશિષ્ટ મોહના ક્ષયોપશમની ભૂમિકા પ્રાપ્ત થાય છે. પછી ૬. સૂત્ર = મૂળ પાઠનો અભ્યાસ. ૭. અર્થ = અર્થની ધારણા, ૨૦૧ - ૮. તદુભય = ભણેલા જ્ઞાનને અમલમાં મૂકવાના પ્રયત્નો અર્થાત્ જ્ઞાની વિશિષ્ટ ક્રિયાઓ સ્વસ્વકક્ષાનુરૂપ આચરવાનો પ્રયત્ન. આ આઠ આચારોની શાસ્ત્રીય મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન કરવાથી મોહનીયના સંસ્કારોનું બળ ઘટે છે, આત્મતત્ત્વની ઓળખાણ આડે રહેલા અવરોધો ઘટે છે. આ રીતે પદ્ધતિસર આત્મતત્ત્વની ઓળખાણ જ્યારે થાય ત્યારે ખરી તત્ત્વનિષ્ઠાનો વિકાસ આપણામાં થયો ગણાય. માત્ર આત્મા અને એના શુદ્ધ સ્વરૂપની વાતો કે નિરપેક્ષભાવે આત્મતત્ત્વ તરફના વલણથી, અંતરંગ તત્ત્વનિષ્ઠાની કેળવણી થઈ ન ગણાય. તત્ત્વનિષ્ઠા શબ્દનો અર્થ જ એ સૂચવે છે કે તત્ત્વ = વાસ્તવિક પદાર્થ સ્વરૂપ ચૈતન્યની સત્તાનો યથાર્થ સ્વીકાર કરી, નિ = નિશ્ચયે કરી, ખ઼ા = સ્થિર થવું, અર્થાત્ મારા આત્મામાં રહેલ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા જ્ઞાનીઓની નિશ્રાએ વ્યવસ્થિત પ્રયત્ન કરવો, એ તત્ત્વનિષ્ઠા છે. આના ઘડતર માટે ઉપર જણાવેલ જ્ઞાનાચારના ૮ આચારોની પરિપાલના યથાર્થ રીતે કરવી જરૂરી છે. તેનાથી આત્મતત્ત્વની ઓળખાણ આડે રહેલા અવરોધો ઘટે છે. મહત્તા આ ઉપરથી એક વાત ફલિત થાય છે કે આત્માને યથાર્થ રીતે ઓળખવા માટે જ્ઞાનની જેટલી જરૂર નથી તેથી વધુ જ્ઞાનાચારની છે. અપેક્ષાએ કહીએ તો આત્મા જ્ઞાનથી ઓળખાતો નથી. જ્ઞાનથી ભ્રમણાઓ ઊપજે છે, પણ જ્ઞાનાચારથી આત્માની તાત્ત્વિક ઓળખાણ નિશ્ચય વ્યવહાર શુદ્ધ થાય છે. કેમકે આત્મા આડે રહેલ મોહનીયનાં આવરણો ખસ્યા વિના જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોથી થતા માત્ર જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી, આત્મા સર્વ નયશુદ્ધ ઓળખાય નહીં. કેમ કે દર્શન મોહનીયના ઉદયે તીવ્ર બનેલા પુદ્ગલ રાગથી, આત્માની ઓળખાણ પુદ્ગલ કેંદ્રિય બની વિકૃત થવા પામે છે. પરિણામે આત્માની ઓળખાણમાંથી જન્મતા ભવનિર્વેદ, કર્મબંધનો તોડવાની તીવ્ર સ્પૃહા, સદ્ગુરુની નિશ્રા આદિ તત્ત્વો વિકાસ પામી શકતાં નથી. તેથી તત્ત્વનિષ્ઠાનો અર્થ - જેમાં ભવનિર્વેદ, કર્મબંધન તોડવાની તત્પરતા, સદ્ગુરુ નિશ્રા, આદિ પાયાના સદ્ગુણો સાથે જિનશાસનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy