SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ૨૧ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૪-૧૨-૮૩ શ્રી શંખેશ્વરમાં દાદા પાસે ઘણી પ્રેરણાઓ મળી. તેમાં મુખ્ય એ કે જિનભકિત સાધનાનું મુખ્ય એ અંગ છે, તેનાથી અંતરંગ આત્મામાં વિશિષ્ટ શકિતનો સ્રોત કેન્દ્રમાંથી પ્રવાહિત થાય છે. વળી આ જિનભકિત પણ તીર્થંકરો માત્ર મોટા છે એ ભાવના પાયા પર માત્ર અવલંબિત ન હોવી જોઈએ પણ આ વિષમ સંસારમાં રાગાદિ સંસ્કારોની ભ્રમણામાં સાવ ભુલાઈ ગયેલ આપણી મૌલિક સ્વરૂપની જાગૃતિનું ભાન શ્રી વીતરાગ પ્રભુએ સ્વયં વિશિષ્ટ રીતે જિનશાસનની આરાધના કરી મેળવેલ વિશુદ્ધિના ફ્ળરૂપે કેવળજ્ઞાન વીતરાગતાના પગથારે ઊભા રહી સ્વાનુભૂતિના રણકાર સાથે અંતરાત્માના દિવ્ય અનુભવનો ઝણકારભર્યો ઉપદેશ આપી કરાવેલ છે. તેના આધારે તેમની ભકિત-બહુમાન એ આપણી કૃતજ્ઞતાનું ફળ ગણાય. F આવી કૃતજ્ઞતાભાવભરી જિનભકિત અને તે અંગે હાર્દિક ઉલ્લાસ સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા સાથે ભાવપૂજામાં તેઓના ગુણોની સ્તવના ચૈત્યવંદનમાં પૂ ઉપા યશોવિજયજી મ, પૂ રૂપવિજય મ, પૂ. મોહનવિજય મ, પૂ॰ ન્યાયસાગર મ૰, પૂ દેવચંદ્રજી મ૰, પૂ આનંદઘનજીના આદિના ભકિતભાવભર્યું સ્તવનો અર્થાનુબંધપૂર્વક બોલી પ્રભુ વીતરાગ પરમાત્માના દિવ્ય ગુણો પૈકી પરમાર્થવૃત્તિ, નિષ્કારણકરુણા, વિશિષ્ટ પરોપકાર અને તીર્થપ્રવૃત્તિ આદિ ગુણોનું હાર્દિક ભાન કેળવવું તે આપણી જીવનશકિતઓની સાધના માર્ગે વિકસિત ભૂમિકા બતાવવા માટે ખાસ જરૂરી છે. Jain Education International વળી બીજી વાત પણ શ્રી શંખેશ્વર તીર્થમાં દિવ્ય પ્રેરણારૂપે સમજવા મળી કે ૧૮/૨૧ કે ૨૭ ઇંચના કે તેથી વધુ મોટા જિનબિંબ આગળ તેઓના ચક્ષુમાંથી નીકળતાં તેજને દિવ્ય તેજના પ્રવાહરૂપે કલ્પી પ્રભુના આખા શરીરમાંથી દિવ્ય કરુણા વિશિષ્ટ ચૈતન્યનો શુદ્ધ શ્વેત પ્રવાહ તેમજ હૃદયમાંથી દિવ્ય કરુણાનો ઝરો વહી રહ્યો છે. આ બધી કલ્પનાઓથી પ્રભુ સમક્ષ માત્ર એકીટશે જોઈ રહેવું, વચ્ચે અષ્ટદલકમલરૂપે શ્રી નવકાર મહામંત્રનો છૂટક જાપ, વધુ તો પ્રભુ જિનબિંબને એકધારી રીતે જોવાનો પ્રયત્ન પણ આપણને અતિવિશિષ્ટ ભૂમિકાએ લઈ જનારો બને છે. અત્યારે આપણે ધ્યાન કે તેની આરાધના માટે યોગ્ય ગુરુ કે તેમનું માર્ગદર્શન મેળવવા અસમર્થ છીએ. શ્રી વીતરાગ પરમાત્માની આવી આદર્શ ભકિત તેમજ જપયોગ અને શ્રી વીતરાગ પ્રભુએ નિર્દેશલ છ આવશ્યકના યથાર્થ પાલન દ્વારા જીવનને સફળ કરી શકીએ એવી પરિસ્થિતિમાં આપણે છીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy