SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા ૨૩૩ પુણ્યાત્માએ ખૂબ જાગ્રત રહેવાની જરૂર છે. શ્રદ્ધાની મજબૂતાઈ થાય એટલે તું હી તું હી નો ભાવ ! અમદાવાદ – દિલ્હીના નેશનલ હાઈવે પર બોર્ડ વાંચીને ખાતરી કરીને ચડ્યા પછી મહેસાણા - ઉઝા - સિદ્ધપુર આવશે કે નહીં ? કયારે આવે છે તે જાતની વિચારણા આપણી ભારોભાર અશ્રદ્ધા સૂચવે છે. પાકો હાઈવે ડામર રોડ છે તો કેમ નહીં આવે ? માત્ર આપણા પુરુષાર્થની પ્રબળતાની જરૂર છે. પણ આપણા અંતરને તે તીવ્ર પુરુષાર્થ તરફ લઈ ગયા વિના અતિરેક કરી ઉતાવળથી વાળવાની અક્ષમ્ય ભૂલ ન કરવી. એ બધું શ્રી નવકાર તેના પથદર્શક ગુરુ ભગવંતને સોંપી દેવું – આપણે માત્ર આપણી મન-વચન-કાયાને વિકારી સંસારી ભાવો તરફ જવા ન દેવી. લક્ષ્યહીન કે દિશાભ્રમિતતામાં ફસાવું નહીં. પાકા હાઈવે પર આવ્યા પછી પણ શરતચૂકથી અમદાવાદ – દિલ્હીના હાઈવે દક્ષિણથી ઉત્તરમાં જાય તેના બદલે ઉત્તરથી દક્ષિણમાં ન ચાલ્યા જઈએ, પાછા સંસારમાં ન અટવાઈ જઈએ તેની ખાસ તકેદારી રાખવી. આપણે આજ્ઞાના કાંટાને ધ્રુવની સમક્ષ રાખવા પ્રયત્ન કરી એકસીલેટર યોગ્ય રીતે બ્રેક સાથે દબાવવાનો પુરુષાર્થ કરવો એમાં પાછી સામેથી આવતી ગાડીઓ – ટ્રકોનું ધ્યાન રાખી સાઈડ આપવી પડે, વેગ ધીમો કરવો પડે. પણ આ બધું ઉત્સુકતા વગરની નિર્મળ શ્રદ્ધાબળે થાય તેવી શ્રી નવકારના આરાધકે ઉત્સુકતાને તીવ્ર શ્રદ્ધામાં કન્વર્ટ કરવા ખૂબ તન-મનથી શરણાગતભાવથી શ્રી નવકારનો જાપ પૂરો કર્યા પછી ર૭ નવકાર આ માટે જ ગણવા કે ઉત્સુકતાનો દોષ ટળે - શ્રદ્ધા મજબૂત થાય અને પાત્રતા વિકસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy