SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આરાધક પુણ્યવાન કદી પણ આરાધનાના પંથે આવ્યા પછી, દેવગુરુની કૃપાનો પાત્ર બન્યા પછી અંતરમાં ઉત્સાહ, ઉલ્લાસની ભરતી અનુભવ્યા વિના ન રહે. માટે તમો વધુ સાવચેત બનો. D ૧૦૧ 延 જૈન આગમ મંદિર, પાલીતાણા ૩૦-૮-૮૪ તમો પર્વાધિરાજની આરાધના શાશ્વત પ્રાય: તરણતારણહાર શ્રી સિદ્ધાચલ મહાતીર્થમાં કરવા સૌભાગ્યશાળી થયા તે બદલ તમારે ગૌરવ લેવા જેવું છે. વિશિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તથી આત્માના અધ્યવસાયો વિશિષ્ટ રીતે કેળવાય છે. Jain Education International તમો શ્રી નવકારના આરાધક એટલે જીવન શુદ્ધિના ચાહક - તેથી મહાબળેશ્વર – માથેરાન સીમલા – આબૂ – સાપુતારા કે કાશ્મીરની સહેલ કર્યા પછી વિશિષ્ટ તાઝગી અનુભવાય છે એમ સિદ્ધગિરિ જેવા પરમપાવન તીર્થની નિશ્રાએ સદ્ગુરુનાં ચરણોમાં બેસી આત્મનિરીક્ષણના સફળ પ્રયોગરૂપ આ વખતના પર્વાધિરાજની આરાધના પૌષધથી કરી તેનો કંઈક રસારવાદ મેળવ્યો હશે. ૨૦૧ મને લાગે છે કે, તમો થોડા અંતરમાં ઊંડા ઊતરી આત્મનિરીક્ષણનો સફળ પ્રયોગ કે જે બહુ ઓછો આચરાયો છે કર્યો હોત તો અનેરી મઝા આવત. તેના માધ્યમથી અંતરની સાહજિક આનંદધારામાં એકાદ ડૂબકી મારવાની તક મળી હોત. તેના પ્રતાપે છેલ્લા ત્રણ ચાર દિવસથી પાછા જવાની ઉતાવળ બસના રિઝર્વેશનની ભાંજગડ આદિ જે મેં જોઈ - તે જોવા ન મળત. એરકંડીશન રૂમમાં બેઠા પછી માણસ બહારની પ્રચંડ ગરમીવાળા ધોમધગતા વૈશાખી વાયરાની પરિસ્થિતિમાં જવાની જેમ ઉતાવળ ન કરે તેમ તમો પુણ્યવાન ખરા! મારી સૂચનાના આધારે સંસારનાં મહત્ત્વનાં કાર્યો - સર્વિસની મુશ્કેલી તેમજ વ્યાવહારિક હાડમારી છતાં અહીં ચઢતે રંગે આવ્યા પણ થોડી મારી ખામી કે હું તમને બધાને અંતરની આનંદધારાની પ્રતીતિ ન કરાવી શકયો. જવાબદારી મારી હતી. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy