SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૯૨ રહેણીકરણીથી જીવનને વિકૃતિના પંથે જતું અટકાવવા પ્રયત્ન કરવો જરૂરી છે એવી ખાસ ભલામણ છે. જીવનનું સૂત્ર મગજમાં અંકિત કરી રાખો કે “શ્રી નમશ્ન - મહામંત્ર: સર્વપાપવિનાશ:” શ્રી નવકાર મહામંત્ર બધી જાતના અપાયો = અવરોધોને હઠાવે છે કેમ કે શ્રી નવકાર = આપણા અસ્તિત્વ = અહંભાવનું વિસર્જન. આ થઈ જાય એટલે બધા અવરોધોને ઊભા કરનાર અહંભાવનો વિલય સાહજિક રીતે થઈ જાય. આપણી આત્મશક્તિઓને અંતરથી યોગ્ય વહેણની દિશા ન મળે તો વાતાવરણ = સંયોગોના આધારે તે વહેણ અનેક દિશાઓમાં વહી જુદા જુદા અવરોધોનું સર્જન કરે છે. તેથી અહંભાવના કેન્દ્રને શિથિલ કરનાર જ્ઞાનીઓની નિશ્રા, આરાધનાની વ્યવસ્થિતતા અને નિયમિત જાપ અને તેને લગતી વ્યવસ્થિત આહાર-વિહારની પ્રક્રિયાને વિકસાવવાની ખાસ જરૂર છે. તેથી અંતરની શકિતને વિશુદ્ધ ચેતનાના કેન્દ્રમાંથી સરખો ફોર્સપાવર મળી રહે અને વાતાવરણ – સંયોગોની વિષમતાએ પણ અંતરની શકિત વિકેન્દ્રીય ન બને. આરાધક પુણ્યાત્માએ ખૂબ સાવધ રહી અહંભાવને નાથનાર 1. જ્ઞાની નિશ્રા, 2. યોગ્ય વાતાવરણ, 3. નિયમિત જાપ, 4. આહારશુદ્ધિ, 5. સ્વેચ્છાચારનો ત્યાગ – આદિ પ્રક્રિયાને અપનાવવાની જરૂર છે. આ બધાના પાયામાં આરાધકે છે આવશ્યકને યથાશક્તિ અમલમાં જરૂર મૂકવાં જોઈએ. 1) સામાયિક (પ્રારંભમાં શ્રુત સામાયિક રજાના દિવસે વિરતિ સામાયિક) થુત – સામાયિક એટલે શુદ્ધ વસ્ત્રો પહેરી કરેમિભંતે ઉચ્ચર્યા વિના ઓછામાં ઓછું ૧૦ મિનિટ ધાર્મિક સાહિત્ય વાંચવું. રજાના દિવસે જરૂરથી સામૂહિક થાય તો ઉત્તમ. છેવટે સ્વતંત્ર પણ દિવસે સામાયિક વિધિસર લઈને જાપ અને વાંચન કરવું. ૨) ચતુર્વિશતિ સ્તવ = ભગવાનની દ્રવ્યથી પંચપ્રકારી (ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ) સવારે કરીને પછી દાતણ કરવું. પંચપ્રકારી પૂજા વિના મોંમાં કંઈ ન નાંખવું – દાતણ પણ ન કરવું, પછી ચા પાણી ત્યાર બાદ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સવારે સૌથી પહેલાં સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી કરો તો પંચપ્રકારની જરૂર નહીં. કદાચ કારણસર સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારીનો જોગ ન મળે કે મોડી થાય . તો દાતણ કરતાં પૂર્વે સ્વદ્રવ્યથી પંચપ્રકારી જરૂર કરવી. ખાસ = પૂજા પછી ચૈત્યવંદન જરૂર કરવું, તેમાં વિશિષ્ટ ભકિતવાળાં ભાવવાહી પ્રાચીન સ્તવનો ઓછામાં ઓછી પાંચ થી સાત મિનિટ સ્તવનમાં લાગે તે રીતે બોલવાં, એટલે ચૈત્યવંદન જરૂર કરવું. ચૈત્યવંદન પછી ફકત પાંચ મિનિટ પ્રભુ સામે જોઈ અંતરની ભાવના - પ્રાર્થના “જીવનમાં સદ્વિચાર-સદાચારનો સુમેળ રહે, હે પ્રભુ! તારી આજ્ઞાનો આરાધક બનું! સંસારી મોહમાયામાં ન ફસાઉ” આટલાં વાકયો ત્રણ વાર બોલવાં. રજાના દિવસે સવારે પૂજા પછી પૂજાના જ વસે ઘરે ના કલાક જાપ કરવો. ૩) વંદન = પૂ. ગુરુદેવને (સાધુનો જોગ ન મળે તો) ગૌતમ સ્વામીજીના ફોટાને વિધિવત વંદન કરવું. અપરિચિત સાધુને પણ હાથ જોડી મર્થીએણ વંદામિ કરવું. ઉપાશ્રયમાં જઈ ત્રણ ખમાસમણા સાથે વંદન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy