SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જ હોય. હકીકતમાં ભૌતિક જગતની ગૂંચો આપણી આત્મશકિતના વિકાસની ખામી કે વિકૃતિએ ઊભી થયેલ કર્મશકિતથી ઊભી થાય છે. પણ શ્રી નવકારના આરાધક પુણ્યાત્મા જાપ અને વિશિષ્ટ રીતે પરમેષ્ઠીઓની આજ્ઞાના પાલન દ્વારા આત્મ-શકિતઓનું વલણ સુધારી પૂર્વોપાર્જિત કર્મશકિતને હળવી કરવાની આવડત મેળવી લે છે. શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા તેથી શ્રી નવકારનો આરાધક પુણ્યાત્મા ‘‘એક સથે સબ સઘે'' કહેવતના આધારે આત્મશકિતના સફળ વિકાસની કૂંચીરૂપ કર્તવ્યનિષ્ઠાના પાલનરૂપ, કર્મોનાં બંધનો હઠાવવા સ્વકક્ષાનુરૂપ પરમેષ્ઠીઓની તે તે ધર્મક્રિયાઓની જ્ઞાની-ગુરુ મુખે આરાધનામાં દત્તચિત્ત બને છે. એટલે સંસારની ઉપાધિઓને મગતરાની જેમ અવગણી તે ઉપાધિઓને ઉપાવનાર - તેમાં ગૂંચ લાવનાર કર્મશકિતના જાળાંને નિષ્ક્રિય બનાવનાર, આત્મશકિતના ઉત્થાનરૂપ શ્રી નવકાર મહામંત્રની આરાધનામાં પરોવાઈ જઈ જીવનશકિતઓને કૃતાર્થ બનાવવા તત્પર બને છે. આજે ચોમેર ભડભડ સળગી રહેલા પ્રચંડ ભૌતિકવાદના દાવાનળમાં સપડાઇ જવાની પૂર્વ તૈયારીરૂપ જુવાની – શહેરી વાતાવરણ, તેવા ભાઈબંધો-મિત્રોની સોબત, તેવું ખાનપાન અને તેવી રહેણી-કરણી વચ્ચે હોવા છતાં પણ પૂર્વ જન્મના કો'ક વિશિષ્ટ પુણ્યોના બળે ઊગતી જુવાનીમાં તમોને જિનશાસનની ઓળખાણના પાયારૂપ શ્રી નવકાર મહામંત્રની પ્રાપ્તિ વિધિપૂર્વક થઈ, તેની મંત્રદીક્ષા મળી, તેના જાપની મર્યાદાઓ જાણવા મળી, તમે અમલ પણ કરવા માંડ્યો. પરિણામે તમોએ તમારા જીવનને સંસ્કાર, સદાચાર અને આરાધનાના પંથે યથાશકિત વાળ્યું છે. તમારામાં વિકારી ભાવો થોડીક આચારશુદ્ધિ-આહારશુદ્ધિ અને વાતાવરણશુદ્ધિની ખામીના આધારે થોડું થોડું કયારેક જોર કરે છે. જોકે બીજા વર્તમાન કાળના તમારી ઉંમરના યુવકોની સરખામણીએ, તમો યથાયોગ્ય રીતે જીવનશુદ્ધિના પંથે ચાલી રહ્યા છો તે આનંદની વાત છે. તેમ છતાં તમારા જીવનમાં શ્રી નવકારની આરાધનાના પ્રમાણે વિવેકબુદ્ધિનો પ્રકાશ જેટલો પથરાવો જોઈએ તેમાં થોડા પુરુષાર્થની ખામી છે. તે ખામી સાત્ત્વિક આરાધનાનું મહત્ત્વ, સમજણમાં છતાં અનાદિકાળના મોહના સંસ્કારોથી સંસારની માયાજાળની વિકૃતિને શ્રદ્ધાભરી ભક્તિના પ્રતાપે હઠાવવાના બદલે તે વિકૃતિઓને તાબે થવાની અગર તે વિકૃતિઓના પ્રભાવથી ગૂંચ ઉકેલવાના મિથ્યા તે પુરુષાર્થને તમે અપનાવી રહ્યા છો તે ઉચિત નથી. - અંતરમાં શ્રી નવકારની આરાધનાના અમૃતરસનો આસ્વાદ હજી જોઈએ તેટલો થયો નથી. તેથી હજી સંસારી માયા તમારા વિચારોના વહેણને આરાધનાથી વિપરિત દિશામાં સંસ્કારો અને મોહમાયા તરફ વાળી દે છે. આ માટે તમારે નિયત સ્થાન · સમય – સંખ્યાના મહત્ત્વને જાળવવા માટે જાપ વર્ણયોગ એટલે શ્રી નવકારના અક્ષરો પર ધ્યાન કેંદ્રિત કરી કરાતા જાપ-માં વધુ મન પરોવવાની જરૂર છે. તે સાથે સ્વદ્રવ્યથી નિયમિત અષ્ટપ્રકારી છેવટે જળ, ચંદન, પુષ્પ, પૂજા જરૂર છેવટે પરમાત્માની જળપૂજા જરૂર જરૂર કરવી ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy