SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા ટકી જાઓ છો એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. - તમારે જાપની સાથે શ્રી નવકારના અક્ષરો સામે પ્રથમના પત્રમાં જણાવ્યા પ્રમાણે ૩, ૫, ૭ મિનિટ જોતા રહેવાનો કાર્યક્રમ તમે જરૂર અપનાવો. જેમાં સૌથી શ્રેષ્ઠ સમય સવારે ૬ થી નો, કો'ક કારણસર રહી જાય તો સવારે ૮ થી ૯, છેવટે સાવ રહી જાય તો રાત્રે ૯ થી ૧૦માં જરૂર આ પ્રોગ્રામ કરવો. વળી ગુરુવારે આ કાર્યક્રમ જરૂર કરવો, ભૂલવો નહીં. - તમારા વિચારોની આસપાસ જામતી સંસારી પરિસ્થિતિઓની અસર, વાસનાઓની જંજાળ અને દુન્યવી માયાજાળની અસરો શ્રી નવકારના અક્ષર – ધ્યાનથી ઘટે એ નકકર હકીકત છે. તમારી આંતરિક ભકિતનો પારો વિશિષ્ટ રીતે તમારી સાધનાના પંથે ચઢતો રહે - તે માટે વર્ણયોગની પદ્ધતિએ નિયમિત જાપ કરવાનો પ્રયત્ન ચાલે છે - તેમાં વ્યવસ્થા અને નિયમિતતા જાળવો એ ખાસ જરૂરી છે. આંતરિક શ્રદ્ધાના તાર ઝણઝણાટીપૂર્વક તમોને દિવ્યચેતનાના પંથે સંવેદનાના મર્મનો સ્પર્શ કરાવે એ મંગલ કામના. لن વડાવલી ૭-૧-૮૪ દેવગુરુકૃપાએ સુખશાંતિ છે. જીવનશકિતઓને પરમાર્થના સપંથે લાવનારી જીવનસાધના પંચપરમેષ્ઠીઓની ઉપાસનારૂપે શ્રી નવકાર મહામંત્રના માધ્યમે કરવા ભાગ્યશાળી બનવું. એ આજના વર્તમાન મોહ-માયાથી સભર શહેરી વાતાવરણની અસરને માઈનસ કરવા રૂપની હોઈ ખરેખર અનુમોદનાનો વિષય છે. તમો આ જીવનસાધનાના પંથે જાપના માધ્યમે અવલંબી રહ્યા છો તે ઉત્તમ વાત છે, પણ તે સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, નવકારશી અને રાત્રે, ચઉવિહાર, મહિનામાં ઓછામાં ઓછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy