SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૪૩ પછી ર૦/૨૦૧/૨૦૦૨માં આ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. ના યોગ સાહિત્યનો સર્વાંગીણ પરિચય તેમનાં બધાં પુસ્તકોનું વાંચન થવાથી અંતરમાં જિનશાસનની યોગ – અધ્યાત્મ – સાધના પર મૌલિક વિચારણા થઈ. તેમાં પૂ આ. હરિભદ્રસૂરિ મ. ના યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, અને ષોડશકના વાંચનથી સુદઢ વિશ્વાસ ૨૦૦૩માં મળ્યો કે જિનશાસનની અધ્યાત્મ સાધના વિરલ – અદ્વિતીય છે. આમ એક પછી એક સંયોગો ગોઠવાતા ગયા અને તે સફળ થતા ગયા, કેમ કે પૂ, તારક ગુરુદેવશ્રીએ કંઈ પણ ફળની કામના વિના આરાધનાના અમુક સ્તરે મને પરાણે પણ બેસાડી દીધેલ. તેનું આ શુભ પરિણામ છે, એમ મને આજે ઊંડું વિચારતાં લાગે છે. પછી તો ૨૦૦૩માં ગયા પત્રમાં નિર્દિષ્ટ ભગવતીલાલજી ઉદયપુરવાળાના માધ્યમે ૧૩૭ વર્ષ પૂર્વના મગનવિજયજી યતિ મ. (હાલ વ્યંતરનિકાય)નો પરિચય સામાન્યમાંથી વિશિષ્ટ અને વધતો વધતો ર૦૧૦ સુધી ગાઢ ગાઢતર થઈ રહ્યો. જેના પરિણામે અવનવા ચિત્ર-વિચિત્ર અનુભવોની પરંપરા થવા લાગી. તેમાં ઘણા અનુભવો પૈકી ૨0૭ના ચૈત્રની પ્રાય: વાત છે. મેં પેલા યતિને કહ્યું કે, સ્વર્ગ, નરક જેવા અતીંદ્રિય પદાર્થોના કે મહાવિદેહ ક્ષેત્રના દર્શન કરાવો તો તમારો સંબંધ સ્મરણીય રહે - તેમણે કહ્યું કે, મહાવિદેહ તરફ મારી શકિત નથી – સ્વર્ગ-નરકમાં મારી શકિત પ્રમાણે મદદ કરીશ એમ કહી અવસરે વાત જણાવેલ. પછી ચૈત્ર સુદ 9 રાત્રે ૨ વાગે હું મારા જાપમાં હતો, પદ્માસને બેસેલ – પણ ન જાણે કેમ પાછળ ભીંતના ટેકે જરા કમ્મર સીધી કરવા મૂકયો કે તંદ્રા આવી ગઈ બેઠે બેઠે ફિલ્મ શરૂ થઈ. મારી સામે ૧ પાટ પર વૃદ્ધ પુરુષ શ્વેત લાંબી દાઢી વાળા સફેદ ચાદર ઓઢી સૂતેલા પાટ પર જોયા. હું તેમની સામે ઊભો. મને કહે કે, મરHI, T ! Tધારે! # માન માપો મળી ર »ને તે ની , વર્તે ના મેં માથું ધુણાવી હા કહી. થોડી વારે પેલા વૃદ્ધ પુરુષના શરીરમાંથી તેજોમય શરીર નીકળી મારી પીઠમાં કો'ક તેજોમય શરીરને પ્રગટ કરી મારા તેજોમય શરીરને આંગળીએ પકડી મારા સામેની ધરતીમાં ઊતર્યા, ગહન અંધકારમાં તેજોમય લિસોટાના આધારે અમે બંને ચાલ્યા. થોડીક દૂર ગયા એટલે પાણી – કીચડ – ગારામાંથી અધ્ધર – ઉપર પસાર થયા. થોડી વારે રત્નોનો જાતજાતનો રંગીન પ્રકાશ દેખાયો. વચલી નીચે જતી પગથાર જેવા માર્ગ પરથી તેજરેખાના આધારે પસાર થઈ ગહન અંધકારમાંથી પસાર થયા – થોડી વારે ચોપાસ ચિચિયારીઓ – કિકિયારીઓ સંભળાય - મારે - કાપોના પોકારો, ઓ બાપ રે! મરી ગયો, બચાવો, કયાં ભાગે છે! લે તારા પાપનો બદલો! આ શબ્દોનો કોલાહલ સાંભળ્યો. ગહન અંધકારમાં બીજા તેજની રેખાઓ પ્રગટી તેમાં લખાણ આવ્યું. આ રત્નપ્રભા પ્રથમ નારકી છે. ઘણી મોટી છે, અસલ તો બહુ ભયંકર છે. જોઈને છળી મરો! ગભરાઈ જાઓ, આ માત્ર નમૂનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy