SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા અંતરની જાગૃતિના બળે યોગ્ય વાત્સલ્યપૂર્ણ જ્ઞાની ગુરુરૂપ કારીગરોના હાથે આચારનિષ્ઠાના ઘડતરના પંથે ધપી શકે છે. મારા જીવનમાં મેં એવો અનુભવ કર્યો છે કે, પૂર્વના પુણ્યયોગે શુભ સંસ્કારોના વાતાવરણમાં જન્મી, ઊછરી અત્યંત નાની વયે પ્રભુશાસનનું સંયમ મળ્યું. સાથે જ તે જાતનું વિશિષ્ટ ઘડતર સંસારપક્ષે પિતા છતાં વધુ ભાવવાત્સલ્યભર્યા ગુરુ તરીકે લોકસમુદાય અને સંઘની આકરી ટીકાઓ સહીને પણ મારા જીવનને ઘડવા માટે લોહીનું પાણી પૂછ તારક ગુરુદેવે કર્યું. તેમાં વધુને વધુ ફાળો મારી બાલ્યાવસ્થાની તોફાની વૃત્તિઓને ચૌદમા રત્ન – દંડનીતિ દ્વારા કાબૂમાં લઈ પૂ. ગુરુદેવે મારી સ્વચ્છેદવૃત્તિઓને એવી નાથી કે ડેમરૂપે મારી આસપાસ મર્યાદાઓ ગોઠવાઈ ગઈ, જેનાથી શકિતઓ નાના રૂપમાં ઉદ્ભવતી છતાં વિશાળતાના રૂપમાં પરિણમવા લાગી. આ બધાના મૂળમાં મારા ગુરુ માનો કડપભર્યો સ્વભાવ, પૂરતી દેખરેખ અને મિનિટ મિનિટના હિસાબથી સ્વચ્છેદ વૃત્તિ એવી નથાઈ ગઈ કે તે પૂજ્ય તારક ગુરુદેવની નિશ્રાએ મારા જીવનનું ઘડતર આચારનિષ્ઠાના ઉદાત્તપંથે વળી - સંયમ પંથે શિથિલતાનો ૧૦૦મો ભાગ પણ મારા જીવનમાં ન પ્રવેશી શકયો. આ બધું શ્રી ગુરુદેવની મંગળનિશ્રાએ કડપભર્યા વર્તનથી ઘડાયેલ સ્વચ્છંદતા -નિરોધનું શુભ પરિણામ છે. મૂળ વાત એ છે કે શ્રી નવકારને સમર્પિત થનાર આરાધક પુણ્યાત્મા આજ્ઞાધીન જીવનના આદર્શને કેન્દ્રમાં રાખી સ્વચ્છેદભાવ – આપમતિ વિચારકેંદ્રિય જીવન આદિ આરાધનાનાં વિકૃત તત્ત્વોને જીવનમાંથી અળગા કરવા પ્રયત્ન કરે. આરાધનાના પંથે વિચારકેંદ્રિય જીવન કે આપમતિ મોટામાં મોટું દૂષણ - કલંક છે. કેમ કે તેનાથી આજ્ઞાની વફાદારીમાં ટકી શકાય નહીં, તેથી આરાધક પુણ્યાત્માએ ગમે તે ભોગે યોગ્ય જ્ઞાની ગુરુ-નિશ્રા સ્વીકારી અંતરથી સમર્પિત બની તેઓની નિશ્રાએ મન - વચન - કાયાએ પ્રવર્તવાના શુભ આશયને દઢ કરી નિશ્રાનો લાભ મેળવી આપમતિ – સ્વછંદ ભાવ કે વિચાર કેંદ્રિયતાને જીવનમાંથી ઘટાડવા પ્રયત્ન કરવો. વિચારકેદ્રિય જીવન જીવવાની પડી ગયેલ ઘરેડ પ્રમાણે આચારનિષ્ઠાના ઉદાત્ત આદર્શની મહત્તાના પંથે જવાની વિચારણા ભાગ્યે જ ઊપજે, પણ વિચાર કેન્દ્રીય પદ્ધતિ આપણને વિવિધ શુભાશુભ કલ્પનાના રવાડે ચડાવી ડુંગળીનાં છોતરાં ઉખેડવાની જેમ નાના પ્રકારના વિચારોના વમળમાં અંતરની શક્તિ ખોરવાઈ જાય છે. તેથી શ્રી નવકારના આરાધકે શ્રદ્ધાના પાયાને મજબૂત કરી વિચારોને મંદગતિવાળા બનાવી લક્ષ્યની જાગૃતિના આધારો આચારનિષ્ઠા- સ્વચ્છેદભાવ નિરોધ - આત્મસમર્પણ આદિના જીવનશુદ્ધિનાં મૂળભૂત તત્ત્વોને અપનાવવા પ્રયત્ન કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy