SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા એક જ અક્ષરના ફેરફારે અનંત દુ:ખોનો ઉદ્ભવ અને અનંત દુઃખોનો નાશ બંને થઈ શકે છે, માટે પુણ્યાત્મા!! તારી જાતને અનંતજ્ઞાની પરમોચ્ચ પરમેષ્ઠીઓની આજ્ઞાના પંથે નમાવી દે, એટલે પત્યું. પછી તારે કંઈ કરવાનું નહીં! અનંત જ્ઞાનીઓની પરમોચ્ચ કરુણા તારા નાસીપાસ થઈ રહેલા જીવનને પરમોચ્ચ કક્ષાએ લાવી દેશે. વિવેકી પુણ્યાત્મા!આટલી સરળ કૂંચી જ્ઞાની મહાપુરુષોનાં ચરણોની વિનયપૂર્વક સેવાથી સહજમાં મળે છે. તમે પુણ્યશાળી છો કે વિષયો, વિકારોની ભરતીથી વિવેકબુદ્ધિનો ક્ષય થઈ જાય તેવી જુવાનીના ઉબરે પગ મૂકતાં જ જ્ઞાનીઓની નિશ્રા મળી અને તરણતારણહાર પંચપરમેષ્ઠીઓના સ્મરણનો અપૂર્વ મહિમા જોવા-જાણવા-સાંભળવા અનુભવવા મળ્યો. જેના પરિણામે તો પણ તે દિવ્ય આરાધનાના પંથે પગલાં માંડવા સૌભાગ્યશાળી થયા છો. હવે માત્ર તમારે આમાં વ્યવિસ્થત રીતે સક્રિય અમલ કરવાની જરૂર છે. જો કે તમારા પુણ્યનો ઉદય છે કે તમો તમારી ઉમરે, પરિસ્થિતિ અને વાતાવરણ પ્રમાણે ખૂબ જુસ્સાભેર આરાધનાના પંથે ધપી રહ્યા છો, પણ અનાદિકાળના સંસ્કારોની પરવશતાથી કયારેક Moodના ભરોસે આરાધનામાં શિથિલ થઈ જાઓ છો. તેથી હવે તેમાં જોમ પૂરવાની જરૂર છે. ગિરનાર – આબૂ - હિમાલયની ગુફાઓમાં બેસી સાધના કરનારા મસ્તયોગીઓ જે સાધે છે તેમાંનું નકકર તમે પણ થોડા અંશમાં વિશિષ્ટ લક્ષ્યની જાગૃતિ અને લક્ષ્યાનુકૂળ વિશિષ્ટ પુરુષાર્થ બળે સાધી શકો તેમ છો. વાતાવરણની પ્રતિકૂળતા વચ્ચે જ સાધનાની કિંમત છે. તમે તે કક્ષામાં છો, અમારા કરતાં પણ તમારી કક્ષા વિશિષ્ટ ગણાય, દુશ્મનના ઘરમાં રહી તેને મહાત કરવો તે ખરેખર દિવ્યશ્રદ્ધા અને લક્ષ્યગામી પુરુષાર્થ હોય તો જ બને. માટે તમો આવી વિશિષ્ટ કક્ષાએ છો તો મનસ્કાર ને નમસ્કારમાં પલટાવી સ્થાન, સમય, સંખ્યાના નિયતીકરણ દ્વારા તમે જાપની દિવ્યશકિતનો વિશિષ્ટ અનુભવ કરી શકો તેમ છો. તો તે રસ્તે તમારો મંગળપુરુષાર્થ પ્રગટે એ શુભકામના સાથે તમારા જીવનમાં આવનારા વિષયની વાસનાના વમળો કે વિકારોના ચકરાવા જાપની દિવ્ય શકિત બળે હટી જવાના એ ચોકકસ વાત પર તમે માનસ સ્થિર કરી રાખશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy