SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા હકીકતમાં અંતરના પુરુષાર્થની ચાવી જ્ઞાની ગુરુના હાથમાં હોય છે. તે ચાવીનો લાભ મેળવવા જ્ઞાની પુરુષોનાં ચરણોમાં રહેવાનો પ્રયત્ન વધુ કરવો જોઈએ. તેમ કરવાથી તેઓની કરૂણાથી આપણી અજ્ઞાન દશાના પરદા તૂટી જાય અને અંતરના પુરુષાર્થ માટેની અદ્ભુત પ્રેરણા મળે અને સમર્પણભાવ - લક્ષ્યની જાગૃતિને મેળવવા આપણે હલબલી જઈએ. અંતરના ઊંડાણમાં જવા માટેનાં આ બે પગથિયાં છે. એ બે પગથિયાં ચઢવા માટે ગુરુકૃપા અને આપણી અંતરની ગુરભકિત જરૂરી છે. મારા જીવનમાં સં. ૧૯૯૫ના શ્રાવણથી અંતરની શકિતઓ તરફ વલણ પૂર્વ જન્મના સંસ્કારોથી તેવા આધ્યાત્મિક જૈનેતર સાહિત્યના વાંચનથી થયેલ અને સં. ૧૯૯૮થી અંતરંગ સાધના તરફ લક્ષ્ય વધુ કેન્દ્રિત બન્યું અને તે તે દેવ - દેવીઓની (ખાસ કરી સરસ્વતી – માણિભદ્ર - ઘંટાકર્ણ સિવાય કોઈ નહીં) સાધના તરફ મંત્રસૃષ્ટિમાં ઘૂમવા લાગ્યો. અનુભવે પ્રતીત થયું કે, મંત્રસૃષ્ટિની દુનિયા અદ્ભુત છે. ૪-૫ અનુભવો નકકર થયા. ચોકકસ વિશ્વાસ આવ્યો કે આજે પણ મંત્રશકિત જીવંત છે. તેનો વ્યવસ્થિત લાભ યોગ્ય માર્ગદર્શન વિના ન મળે. પણ મને ૨૦૦૧ની મોટી માંદગીમાં મંત્રશાસ્ત્રના ઘણાં અદ્ભત રહસ્યોનો બોધ થાય તેવી જાણકાર વ્યકિતઓનો સંપર્ક થતો ગયો અને સચોટ અનુભવ થવા લાગ્યો. હું સરસ્વતી – માણિભદ્ર અને ઘંટાકર્ણ આ ત્રણની સાધના પાછળ પડ્યો. ઘણી મોડી ર૦૮માં ખબર પડી કે ઘંટાકર્ણ મિથ્યાત્વી દેવ છે. માણિભદ્ર તો યક્ષ નિકાયના ઇદ્ર છે. તેમના હાથ નીચે બાવન વીર છે. તેમાં ઘંટાકર્ણ ૩૦મા વીર માણિભદ્રના સેવક છે. બંનેની આરાધના ન કરાય. છતાં ૨૦૦૬માં ઘંટાકર્ણનાં અભુત દર્શન થયાં. તેની પછી માત્ર શાસનની સેવાની શકિત મળે તે આશયથી સરસ્વતી, માણિભદ્રજી બેની આરાધના કરતો રહ્યો. એમાં પણ અણસમજનો પડદો ૨૦૦૬માં ભયંકર માંદગીમાં પૂ. પં, ભદ્રંકર વિ. મ. સુખશાતા પૂછવા આવ્યા ત્યારે ગાંડા! આવો સરસ જાપનો સમય મળ્યો છે તો તરણતારણહાર પંચપરમેષ્ઠીઓના શરણે ચાલ્યો જા! આટલા ઈશારાથી ખરેખર એમ લાગ્યું કે આપણી પુણ્યાઈ ન હોય તો સરસ્વતી, માણિભદ્ર પ્રસન્ન થાય શી રીતે ? માટે પંચપરમેષ્ઠીઓની આરાધના શ્રેષ્ઠ આરાધના છે. તેનાથી આત્મશક્તિઓનો વિકાસ થાય છે. કોઈ અનર્થ નહીં. આત્માની શકિતઓના વિકાસનો સીધો રાજમાર્ગ છે. તેમાં દેવ-દેવીઓ (માણિભદ્ર) હાથ જોડીને ઊભા હોય, આપણી શાસન સેવાની ભાવનાને વેગ આપવા આ દેવતાઓ આપણી આરાધક મનોદશાની રાહ જોતા હોય છે. એટલે મોડે મોડે અણસમજનો પડદો ખમ્યો એટલે સં. ૨૦૬થી શ્રી નવકારના શરણે પહોંચી ગયો. અને ઢચુપચુ ગાડી ચાલતી હતી ત્યાં નાગપુર સં. ૨૦૧૦ના ચોમાસામાં મોહનભાઈના નિમિત્તે ગાડી વ્યવસ્થિત – ચિંતન – સ્મરણ – જાપની ભૂમિકાએ આવી ઘણા ઘણા દિવ્ય અનુભવો થયા - થઈ રહ્યા છે. બીજા ઘણા અનુભવોનાં નિમિત્તો આવતા રહ્યાં છેવટે સં. ૨૦૩૩ના ટોપ લેવલે પહોંચી. ૨૦૩૪ થી ૩૬ અંતરંગ વિકાસ ઘણો થયો. આ બધું જણાવવા પાછળ મુદ્દો એ કે અંતરથી જ્ઞાનીઓનાં ચરણોમાં રહેવાના પરિણામે સમર્પણભાવ - લક્ષ્યની જાગૃતિ બંનેનો અનહદ વિકાસ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy