SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા તેથી તમારા જીવનમાં લગભગ મોટે ભાગે આખા દિવસના બધાં કામોથી પરવારી રાત્રે ૮ - ૯ કે પછી નવકારવાળી હાથમાં લેવાય તે બિલકુલ ન કરો તે કરતાં ખૂબ ધન્યવાદને પાત્ર છે. મહાપુણ્યશાળી છો કે આટલી જંજાળમાં પણ શ્રી નવકારની આરાધના ભુલાતી નથી. પણ હકીકતમાં આપણી પાસેનો શકિતઓનો ભંડાર લગભગ સંસારી કામોમાં વપરાયા પછી થોડો સ્ટોક રહ્યો હોય, તેમાં આખા દિવસના જે તે વિચારો – આચારો – વાસનાઓનું ડોળાણ અંતરમાં ઊભરાતું હોય – શારીરિક – માનસિક શ્રમ - થાક પણ શરીર - મનને પીડતો હોય તેવી સ્થિતિમાં શ્રી નવકારના વર્ણો પર ધ્યાન કેન્દ્રિત કરી જાપના માધ્યમથી અંતરની શકિતઓની ઝણઝણાટીના અનુભવની તક મેળવી ન શકાય, પરિણામે જાપની ક્રિયા ચાલે, પણ અંતરમાં આનંદ ન આવે – દિવસો – મહિનાઓ વર્ષો થયાં, હજુ આનંદ ન આવ્યો - શું હશે આ જાપમાં બળ! એમ શંકાશીલતાનો ઉદય વૃત્તિઓમાં થઈ જાય, પરિણામે જાપની પકકડ – શ્રદ્ધાના પાયાની મજબૂતાઈ ઢીલી થવા માંડે. તેથી વાસ્તવિક રીતે સાંજે અલ્પાહાર, રાત્રે પ્રવૃત્તિની અલ્પતા – ગમે તેમ કરી લા થી ૧૦ના ગાળામાં સૂઈ જ જવું. સવારે ૪ થી ૪માં ઊઠી જવાનો અભ્યાસ જાપની શકિતના દિવ્ય અનુભવ માટે ખૂબ જરૂરી છે. ૪ વાગે હાથ-પગ ધોઈ કપડાં બદલી પા સુધી શ્રી નવકારનો જાપ વર્ણયોગની શૈલીએ કરવો. મંગલજ્યોતથી ૧, પછી ૧ બાંધીમાળા પછી ૧ મંગળજ્યોત, છેલ્લે શ્રી નવકારના અક્ષરો પર ૧૦/૧૨ મિનિટ જોઈ રહેવું. આટલું કરી નહાઈ-ધોઈ સીધા દહેરાસરમાં જઈ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી, છેવટે જળ – ચંદન - પુષ્પ – ત્રણ તો કરવી જ. ચૈત્યવંદન કરી - ર૭ નવકાર ગણી ના વાગે આવી નવકારશી કરી પછી સંસારનાં કાર્યોની શરૂઆત કરવી. સવારના સાથી ળા એમ ત્રણ કલાકના મજબૂત પોલાદી પાયા પર જીવનશક્તિઓના પ્રવાહની શરૂઆત શ્રી નવકાર અને વીતરાગ પ્રભુભકિતથી કરી પછી દુનિયાનાં બધા કામ કરવાં. અત્યારે સવારે છ - છલા વાગે ઊઠો, સીધા સંડાસ કે બાથરૂમમાં, પછી નહાયા – જેમ તેમ ટપકાં કરવા રૂપની પૂજા કરી ચા-પાણી, છાપાં બધી પ્રવૃત્તિઓના ભંગારમાં જીવનશકિતઓ કયાંય વેડફાય, ગૂંચવાય, અટકે કે ઊંધે રસ્તે વહે, તે બધાના પરિણામે સર્વિસમાં તન-મન બંને વિકૃત થાય. તાત્કાલિક હરવા-ફરવાના, આમોદ, પ્રમોદનાં સાધનો પ્રતિ વૃત્તિઓ દોડે, તે અંગેની પ્રવૃત્તિઓથી આપણી જીવનશકિતઓ રૂંધાય, એમ કરતાં મોડેથી ઘેર આવો, પછી જમો, રોજ રાત્રિભોજનના તામસિક ખોરાકથી વિકૃત મનનાં તત્વોમાં વધારો – પછી બીજી - ત્રીજી પ્રવૃત્તિઓ થાય છેવટે ૯ - ૯ વાગે મહાન પુણ્યના ઉદયે શ્રી નવકારનો જાપ આવે, ગણાય ખરા નવકાર, પણ આખા દિવસના બર્ડન વધુ પડતા કયારેક માનસિક બોજા તળે દબાયેલી અંતરની શક્તિઓ શી રીતે પંચપરમેષ્ઠિઓના દિવ્ય પ્રવાહને સ્પર્શી શકે. ન કરવા કરતાં એટલું પણ સારું કે આરાધના ભુલાતી નથી, પણ વર્ષોના લાંબા ગાળા પછી પણ અંતરમાં વાસના – સંકલ્પ – વિકલ્પો, રાગદ્વેષ, દુનિયાનો રાગ આદિ આધ્યાત્મિક તત્ત્વોને અટકાવનાર તત્ત્વો નબળાં ન પડે. એટલે હલકું લોહી હવાલદારનું - જેમ શ્રી નવકારને હવે કાટ ચઢી ગયો – જમાનો બદલાઈ ગયો. કંઈ અસર આટલો જાપ કર્યો છતાં ન થઈ - આવા વિચારો ઘર કરી જાય. પણ પુણ્યવાનો ! જાપની પદ્ધતિ સમય - જે સૌથી છેલ્લે રાત્રે ૯ - લામાં ચાલે છે તેને જરા હિંમતભર્યો પુરુષાર્થ કરી સવારે ૪ થી પડામાં લઈ જાઓ, માત્ર ૯૦ દિવસ કરી જુઓ. ૩૭માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy