SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા સ્વયં સામેથી હાથ જોડી આવા પુણ્યવાન આરાધક આત્માને વિવિધ રીતે સહાય કરવારૂપે ભકિતનો લાભ લેવા તત્પર રહે છે. એટલે દુનિયામાં “ચમત્કાર ત્યાં નમસ્કાર” કહેવાય છે. પણ શ્રી નવકારનો આરાધક “નમસ્કાર ત્યાં ચમત્કાર'નો સાક્ષાત અનુભવ કરી શકે છે. એનો પ્રત્યક્ષ દાખલો મારા જીવનનો આપું તો અનુચિત નહીં ગણાય. વિસં. ૧૯૮ ઉજ્જૈનના ચોમાસાથી લાગુ પડેલ વાત – મહાવ્યાધિની હેરાનગતિ આસોથી ફાગણ ભોગવવી પડતી, ચૈત્રથી ભાદરવો એની મેળે સારું થઈ જાય. લોક વ્યવહારથથી દેશી, એલોપથી, હોમીયોપથી, નેચરોપથી, માંત્રિક, તાંત્રિક આદિ ઘણી ટ્રીટમેંટ પાછળ ૭૦ થી ૮૦ હજાર પ્રાય: તે કાળે શ્રાવક સંઘે પૂ. ગુરુદેવના પ્રૌઢ પ્રતાપ બળે ખર્ચેલા, તે સિવાય મત અનેક ઉપચારો થયા તે જુદા. પણ વિસ. ૨૦૦૫ના માહ મહિના સુધી બિમારીનો અંત નહીં આવેલ. પણ ર00પના ફાગણમાં પ્રાય: પૂ. પં. ભદ્રંકર વિ. મ. શાતા પૂછવા આવેલ તો તેઓશ્રીએ ટકોર કરી, ગાંડા! જાપનો સાચો સમય મળ્યો છે. તેનો લાભ નથી લેવો ? બસ એટલી જ વાતે માળા હાથમાં લીધી અને પહેલે ધડાકે દિવસ રાત મળી ર૭ દિવસમાં ૩ લાખ કર્યા અને બિમારીએ પારોઠનાં પગલાં ભર્યા, તે બિચારી ગઈ તે ગઈ. પછી ધીમે ધીમે શ્રી નવકારની બાંધી માળા રોજની પાંચ ગણતો થયો, પછી ૨૦૧૦ના નાગપુરના ચોમાસામાં મોહનભાઈના નિમિત્તથી શ્રી નવકારમાં વધુ ઊંડો ઊતર્યો અને પટણા ચૈત્રી ઓળી પ્રસંગે કરેલ સંકલ્પ પ્રમાણે ચૈત્ર વદ ૩ થી શ્રી નવકારના જાપમાં વધુ લીન બન્યો. ર૦૧૧ના કાનપુરના ચોમાસામાં ભાદરવા વદ ૦)) સુધીમાં ર૭ લાખ નવકારની મૂડી થઈ. પરિણામે આસો સુદ ૮ રાત્રે સરસ્વતીદેવીનાં સાક્ષાત દર્શન થયાં. ભવ્ય સ્વરૂપ સરસ્વતીનું નિહાળી ખૂબ પ્રસન્નતા થઈ. નાનો હતો ત્યારથી સરસ્વતીના દર્શનની ઝંખના હતી. ઘણા મંત્રો ગણેલા, પ્રાય: ૧૪ વર્ષની ઉમરથી, તે ઠેઠ લગભગ ૩૦મા વર્ષે શ્રી નવકારના નિષ્ઠાભર્યા જાપથી સાક્ષાત્ કોઈ સંકલ્પ વિના સરસ્વતીની આરાધનાની ઈચ્છા પણ લગભગ નિ:શેષ, નિર્મળ ૨૮મા વર્ષથી થયેલ. એક ધૂન પરમેષ્ઠીઓની ભકિતની – શ્રી નવકારના જાપની થયેલ. છતાં વગર માંગ્યે સરસ્વતીદેવીએ સુંદર આબેહૂબ પ્રત્યક્ષ દર્શન દીધાં જેનો આનંદ મને ૨૨ દિવસ સુધી રોમાંચ સાથે રહેલ. આ રીતે શ્રી નવકારની નિષ્ઠાપૂર્વક, ઉપાસનાથી, જગતના દેવ-દેવીઓ આપમેળે સામે પગલે શ્રી નવકારના વગર માંગ્યે ભક્તિ સહકાર માટે ખડે પગે તૈયાર રહે છે. તેનો આ પ્રત્યક્ષ દાખલો, આ પછી તો દિવ્યસૃષ્ટિના વિશિષ્ટ અનુભવો સદેહે બીજા લોકોમાં સંચરણ અને વિશિષ્ટ વ્યકિતઓની સાક્ષાત્ જાગ્રત અવસ્થામાં સાક્ષાત્કાર વગેરે થવા માંડ્યું. જે બધી ઘટનાઓ ૧૫-૨૦ નોટોમાં લખી છે. તે બધી અવસરે વાત, ટૂંકમાં શ્રી નવકારની નિષ્ઠાપૂર્વક ઉપાસના આપણી પોતાની શક્તિઓની જાગૃતિરૂપ ઉપાસના છે તેમાં યોગ્ય રીતે પ્રવર્તવાની જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy