SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા નિયત રાખી ૨૭ શ્રી નવકારના જાપથી પણ છઠે મહિને ચિત્તશાંતિ અનુભવી શકાય છે. તેથી જાપની પાત્રતા કેળવવા માટે જરૂરી નિખાલસ દિલ અને સ્વાર્થવૃત્તિનો ત્યાગ બંને શ્રી નવકારના નિયત જાપથી થવા પામે છે. આવા વ્યવસ્થિત જાપથી કેળવાયેલી પાત્રતાના વિકાસના પરિણામે અંતરની શકિતઓના કેન્દ્ર જાગ્રત બની ક્રિયાશીલ બની જાય છે. તેથી અનેક દિવ્યશકિતઓની અનુભૂતિ થવા માંડે છે. જેમ કે દેવગુરુ કૃપાએ આ સેવકને વિ સં. ૨૦૦૮થી સ્થાન સમય – સંખ્યાના નિયતિકરણ સાથે ચાલુ કરેલ જાપના પ્રભાવે મુંબઈ (કોટ)ના ચોમાસામાં સં. ૨૦૦૮માં ભાદરવા વદમાં હું જાપમાં હતો (તે વખતે ધ્યાનની કોઈ પ્રક્રિયાનો ખ્યાલ પણ ન હતો) અને સ્પષ્ટ જાગ્રત ભાનમાં દિવ્ય અનુભૂતિ સંકલ્પ વિના – વિચાર વિના થઈ. હું સ્થૂળ શરીરે અહીં અને મારું દિવ્ય સૂક્ષ્મ શરીર કો’ક દિવ્યશકિતની પ્રેરણાએ હું ઉત્તર દિશાએ બેઠેલ જાપ માટે, તો જમણા હાથે ઈશાન ખૂણા તરફ્ મારું આકાશમાર્ગે ઊડ્ડયન થઈ રહ્યું છે એવો અનુભવ થવા માંડ્યો. મુંબઈથી ઊડ્યો તે (કો'ક અજ્ઞાત દિવ્યશકિત મને કહે કે જુઓ) આ વસઈની ખાડી - આ પાલઘાટ હવાઈ વિમાન, આ અંધેરી, આ અગાસી તીર્થ, આ વલસાડ આ નવસારી આ સુરત આ નર્મદા આ ભરૂચ, આ વડોદરા, આ ખેડા, આ અમદાવાદ, આ આબુ, આ શિરોહી, આ અજમેર, આ જયપુર, આ અલવર, આ આગ્રા, આ દિલ્હી, આ હૃષિકેશ, આ ગંગોત્રી, આ હિમાલય, આ તિબેટ, આ ચીન, આ ગેંગસાગર જુઓ હવે સમય ઓછો છે. ઝડપથી જોવાનું. આ આર્ય ક્ષેત્રો, આ વૈતાઢ્ય પર્વત, આ ગંગા નદી (શાશ્વત), આ ઉત્તર ભારત, આ લઘુહિમવંત પર્વત, આ હિમવંત ક્ષેત્ર, આ મહાહિમવંત પર્વત આ હરિવર્ષ ક્ષેત્ર, આ નિષધ પર્વત, આ ડાબે જુઓ મેરુ પર્વત, આ જમણે સીતા નદી આ પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર, થોડું ખૂણે લઈ જઈ આ પુષ્પલાવતી વિજય, આ પુંડરીકિણી નગરી, આ જુઓ શ્રી સીમંધર સ્વામી ભગવંતનું ભવ્ય સમવસરણ. ત્રણ ગઢ મોટું વિશાળ, અશોકવૃક્ષ નીચે સિંહાસન, છત્ર ચામર, મોટી મોટી કાયાવાળા સાધુઓ, સાધ્વીઓ, માણસો કેટલા બધા ! કેવું વિશાળ ક્ષેત્ર! હું તો નાનો, કીડા કરતાં સૂક્ષ્મ, કર્યાંક આ મોટી કાયાવાળાના પગ નીચે કચરાઈ જઈશ એવો ડર લાગ્યો: દિવ્યશકિતએ મને પાછો અધ્ધર આકાશ માર્ગે લીધો. મેં એક પ∞ ધનુષ્યની કાયાવાળાના મોટા કાન પર બેસી જોરથી બૂમ મારી, શ્રી સીમંધર પ્રભુ કયાં ? તો જાણે મોટી ગર્જના થઈ, ધડાકાબંધ અવાજ આવ્યો કે હજુ બે વાગ્યા છે. પ્રભુ દેવ છંદામાં છે, હું વિચારમાં પડ્યો. પ્રભુના દર્શન નહીં અને લાવનાર દિવ્યશકિતએ મને સમવસરણમાં ચોપાસ ફેરવ્યો. બીજા ગઢમાં બધા જાતિવેરવાળાં પશુ-પક્ષીઓ હતાં. પણ મેં ધારીને જોયું તો બીજા ગઢમાં દેવ છંદો ન મૈંખાયો, પ્રભુજીનાં દર્શન ન થયાં – મનમાં ખેદ થવા માંડ્યો. - Jain Education International ૮૩ - For Private & Personal Use Only ― મનમાં થયું કે હમણાં ગ઼ા વાગે કે પ્રભુજી દેશના માટે સમવસરણમાં પધારશે જ, દર્શન થઈ જશે પણ મને લાવનાર દિવ્યશકિતએ કહ્યું કે, ભાઈ! ૩ વાગ્યા પૂર્વે તમને સ્થળે પહોંચાડવાની આજ્ઞા છે. જેટલા દર્શન થયાં તેમાં સંતોષ માનો, કહી સડસડાટ મને પાછો ફેરવ્યો. મને ખૂબ ઝડપે ।। વાગે મારા સ્થૂળ શરીર પાસે ડાબા ખભામાં થઈ જ્યોતિરૂપે અંદર દાખલ કર્યો, પેલી દિવ્યશકિત અલોપ થઈ ગઈ. www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy