SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૨૪૫ મંત્રવિદ્ ગુરુદેવ પાસેથી જ વિધિપૂર્વક મંત્ર ગ્રહણ કરવો જોઈએ. જો આ રીતે મંત્ર ગ્રહણ કરવામાં ન આવે, સદ્ગુરુના આશીર્વાદ પ્રાપ્ત ન થાય, તો મંત્રસિદ્ધિ કરવામાં સફળતા મળતી નથી. એટલા માટે સાધકે આવા મંત્રવિદ્ ગુરુદેવની શોધ કરવી. જો કે ગુરુની શોધ કરવી સરળ નથી, છતાં તીવ્ર જિજ્ઞાસા હશે અને દૃઢ સંકલ્પ હશે તો ગુરુ અવશ્ય મળી જશે. આ સ્તોત્રની ગાથાઓ કેટલી છે ? : સભામાંથી : આ સ્તોત્રની ગાથાઓ કેટલી છે ? મહારાજશ્રી : આ સ્તોત્ર ૫૨ ટીકા લખનારા સર્વે ટીકાકારોએ પાંચ જ ગાથાઓ પર ટીકા લખી છે. આચાર્યશ્રી રાજશેખરસૂરિજીએ ‘ચતુવિંશતિ પ્રબંધ' ગ્રંથમાં લખ્યું છેઃ 'તતઃ પૂર્વશ્ય ધૃત્ય વસાહä પાસ' ઇત્યાદિ સ્તવનગાથા पंचकमयं संदब्धं गुरुभिः । “પૂર્વોમાંથી ઉદ્ધૃત કરીને ‘ઉવસગ્ગહરં પાસં' શબ્દોથી જેનો પ્રારંભ થાય છે એવું પાંચ ગાથાવાળું સ્તવ” ગુરુદેવે રચ્યું. એનાથી એ સિદ્ધ થાય છે કે આ સ્તોત્રની પાંચ ગાથાઓ છે. વિક્રમની સોળમી શતાબ્દીમાં થઈ ગયેલા શ્રી જિનસૂર મુનિએ પ્રિયં રૃપથાના પ્રારંભમાં આ સ્તોત્રનો પ્રભાવ બતાવતાં લખ્યું છે કે : ‘પહેલાં આ સ્તોત્રની ૬ ગાથાઓ હતી. એની છઠ્ઠી ગાથાના સ્મરણથી ધરણેન્દ્રને પ્રત્યક્ષ થવું પડતું હતું અને તે કષ્ટનું નિવારણ પણ કરતા હતા. પાછળથી ધરણેન્દ્રે આ સ્તોત્રના રચયિતા શ્રી ભદ્રબાહુ સ્વામીને કહ્યું : “મારે વારંવાર અહીં આવવું પડે છે. હું મારાં સ્થાનમાં રહી શકતો નથી. એટલા માટે છઠ્ઠી ગાથાને ભંડારમાં રાખી મૂકો.' શ્રી ભદ્રબાહુ સ્વામીએ છઠ્ઠી ગાથાને ભંડારમાં રાખી મૂકી. વિક્રમની સત્તરમી શતાબ્દીમાં શ્રી હર્ષકીર્તિસૂરિજીએ આ સ્તોત્રની ટીકામાં નીચેનો શ્લોક ઉષ્કૃત કર્યો છે : स्तोत्रस्यास्याष्टातिरिक्तं शतं यः कुयाज्जापं पंचचगाथात्मकस्य । तस्यावश्यं मंक्षु नश्यन्ति विघ्नास्तं निःशेषा वृण्वते सिद्धयश्च T આ પંચગાથાત્મક સ્તોત્રનો જે લોકો ૧૦૮ વાર જાપ કરે છે, તેમનાં વિઘ્નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy