SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રાવકજીવન શ્વાસ-ઉચ્છુવાસની સ્વાભાવિક ગતિનો અભાવ પ્રાણાયામ” તરીકે ઓળખાય છે. આની ગતિના ઉચ્છેદની સાથે સાથે જ મનની-ચિત્તની ગતિનો ઉચ્છેદ થવો અનિવાર્ય છે. એ જ ખરેખર પ્રાણાયામ છે. “ગીતા'ના કથનાનુસાર પ્રાણોનું નિયંત્રણ એ જ પ્રાણાયામ છે. એટલે કે પ્રાણવાયુને અપાનમાં અથવા અપાનવાયુને પ્રાણવાયુમાં લઈ જવો અને આ બંનેની. ગતિને અવરોધવી એ જ પ્રાણાયામ છે. પતંજલિએ પણ આ જ વાત કહી છે. આસન સ્થિર થયા પછી શ્વાસઉઠ્ઠવાસની ગતિને રોકવી, એ જ પ્રાણાયામ છે. એમની વાત એમના જ શબ્દોમાં સાવધાનીપૂર્વક સાંભળોઃ तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ॥ શિવસંહિતા'માં પ્રાણાયામના પૂરક-કુંભક અને રેચક - આ ત્રણ પ્રકારોનું વર્ણન મળે છે. ત્યાં કહ્યું છે કે પ્રાણાયામથી પાપ અને દુઃખનો નાશ થાય છે. તેજ અને સૌન્દર્ય વધે છે. દિવ્યદૃષ્ટિ, શ્રવણશક્તિ, વાક્શક્તિ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પ્રાણાયામથી અનેક બીજી સિદ્ધિઓ પણ આવી મળે છે. બૌદ્ધદર્શનમાં પ્રાણાયામને “આનાપાન સ્મૃતિ કર્મસ્થાન' કહેવામાં આવ્યું છે. આન’નો અર્થ શ્વાસ લેવો અને “અપાન” એટલે શ્વાસ મૂકવો. જૈન પરંપરામાં પ્રાણાયામના સંબંધમાં બે મત મળે છે. એક મત મુજબ પ્રાણનો નિરોધ કરવાથી શરીરમાં વ્યાકુળતા ઉત્પન્ન થાય છે અને મન પણ વિચલિત બને છે. મન સ્વસ્થ અને સ્થિર નથી રહી શકતું. પૂરક-કુંભક અને રેચક (પ્રાણાયામના પ્રકાર) કરવામાં પ્રયાસ-પરિશ્રમ કરવો પડે છે. એનાથી મનમાં સંક્લેશ પેદા થવાની સંભાવના રહે છે : યોગશાસ્ત્રમાં કહ્યું છેઃ पूरणे कुम्भने चैव रेचने च परिश्रमः । चित्त-संक्लेश करणान्मुक्तेः प्रत्यूह कारणम् ॥ જ્ઞાનાર્ણવ' માં કહેવામાં આવ્યું છે કે બહારના વાયુને શરીરની ભીતરમાં લઈને અપાન સુધી ભરી લેવું એને પૂરક' કહે છે. નાભિથી પ્રયત્નપૂર્વક વાયુને બહાર કાઢવો, બહાર ફેંકવો એને રેચક' કહે છે. પૂરકથી ઉપલબ્ધ વાયુને નાભિસ્થલમાં રોકવો એ કુંભક છે. પ્રાણાયામનું આધ્યાત્મિક અર્થઘટન પણ કરવામાં આવ્યું છે. દ્વાર્નાિશિકામાં કહેવામાં આવ્યું છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy