SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ મંત્રાધિરાજ ‘અહ’નું ધ્યાન ઃ મંત્ર અને વર્ણોના ધ્યાનમાં સમરૂપ પદોના સ્વામી તરીકે અહુ ને માનવામાં આવે છે. એ રેફથી યુક્ત, કલા અને બિન્દુથી સંયુક્ત, અનાહત સહિત મંત્રરાજ છે. આનું ધ્યાન કરવાની પદ્ધતિ પણ જાણી લઈએ. સાધકે એક સુવર્ણમય કમળની કલ્પના કરવાની છે. એની વચ્ચોવચ રહેલી કર્ણિકા ઉ૫૨ ૨હેલા નિષ્કલંક-નિર્મળ અને આભાવાન્ ચંદ્રિક૨ણ જેવા આકાશગામી અને સંપૂર્ણ દિશાઓમાં વ્યાપ્ત અહં' મંત્રનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ, મુખકમળમાં પ્રવિષ્ટ થતા, પ્રવલયોમાં ભ્રમણશીલ, નેત્ર-પલકો ઉપર સ્ફુરાયમાન થનાર, ભાલમંડલમાં સ્થિર થનાર, તાલુરન્ધથી બહાર નીકળનાર, અમૃતની વર્ષા કરનાર, ઉજળા ચંદ્રમા જેવા, જ્યોતિર્મંડલમાં પરિભ્રમણ ક૨ના૨, આકાશમાં સંચરણ કરનાર અને મોક્ષ સાથે મેળાપ યોજનાર આ મંત્રરાજનું કુંભકપૂર્વક (શ્વાસનો નિરોધ કરવા માટે) ચિંતન-ધ્યાન કરવાનું છે. શ્રાવકજીવન આ ધ્યાન પદ્ધતિનું વિવરણ ‘યોગશાસ્ત્ર’ના આઠમા પ્રકાશ - અધ્યાયમાં ઉપલબ્ધ છે. આ રીતે, આ મંત્રરાજની સ્થાપના કરીને, મનને ધીરે ધીરે સૂક્ષ્મતા તરફ દોરીને ‘અહ’ મંત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આનાથી અંતરંગમાં એક એવી જ્યોતિ પ્રગટે છે કે જે અક્ષય અને ઇન્દ્રિય - અગોચર હોય છે. આ જ્યોતિનું નામ આત્મજ્યોતિ છે. આનાથી સાધકને આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. પ્રણવનું ધ્યાન ઃ પ્રણવના ધ્યાનમાં ‘નું ધ્યાન કરવામાં આવે છે. આ ધ્યાનનો ધ્યાતા યોગી સૌપ્રથમ પોતાના હૃદયકમળમાં રહેલી કર્ણિકામાં ‘ૐ’ ની સ્થાપના કરે છે. પશ્ચાત્ શબ્દબ્રહ્મના કારણભૂત, સ્વર અને વ્યંજનથી યુક્ત, પંચપરમેષ્ઠિના વાચક, સૂધિમાં સ્થિત ચંદ્રકળાથી ઝરનારા અમૃતના રસથી રસતરબોળ મહામંત્ર પ્રણવ ૐ નું ધ્યાન શ્વાસને ભીતરમાં કુંભકની પ્રક્રિયા દ્વારા સ્થિર કરીને ક૨વામાં આવે છે. યોગશાસ્ત્રમાં આ ધ્યાન પદ્ધતિ જે શ્લોકોમાં ગૂંથવામાં આવી છે, એ શ્લોકો નીચે પ્રમાણે છે ઃ तथा हृत्पद्ममध्यस्थं स्वरव्यंजन-संवीतं मूर्धसंस्थित- शीतांशु જામૃતરસ-દ્ભુતમ્। कुम्भकेन महामंत्रं प्रणवं परिचिन्तयेत् ॥ Jain Education International शब्दब्रह्मैक - कारणम् । वाचकं परमेष्ठिनः ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy