SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦પ ભાગ - ૨ નફરત થાય, સંસાર પ્રત્યે વૈરાગ્ય ઊપજે અને મોક્ષની અભિરુચિ પ્રકટ થાય. પરમાત્માના અનેક ઉપકારોની સ્મૃતિ થઈ આવે ! – સ્તવનાની રચના શ્રેષ્ઠ કવિની હોવી જોઈએ. તમારી પસંદગી શ્રેષ્ઠ હોવી જોઈએ, શુભ ભાવોત્પાદક સ્તવના પસંદ કરવી. - ગીતની સાથે જો નૃત્ય આવડતું હોય તો નૃત્ય પણ કરવું; પરંતુ તમારા મૃત્યથી બીજા પૂજકોની પૂજામાં અવરોધ પેદા થવો ન જોઈએ. ગૃહમંદિરમાં આ વાતનું સુખ હોય છે ! તમારા મંદિરમાં તમે એકાંતમાં પરમાત્મા સમક્ષ નૃત્ય કરી શકો છો. "જૈન રામાયણ”માં આવે છે કે અષ્ટાપદ તીર્થ ઉપર ભગવાનની સામે મંદોદરી નૃત્ય કરતી હતી અને રાવણ વીણા વગાડતો હતો ! "નિશીથગૃ”િ ગ્રંથમાં આવે છે કે રાણી પ્રભાવતી અષ્ટમી અને ચતુર્દશીના દિવસે પરમાત્માની સામે નૃત્ય કરતી હતી અને રાજા ઉદાયનમૃદંગ વગાડતો હતો. તમને જો નૃત્ય કરતાં આવડતું હોય તો અવશ્ય કરવું જોઈએ. મુદ્રા અને પ્રણિધાન : – ચૈત્યવંદન "યોગમુદ્રાથી કરવામાં આવે છે. – "જાવન્તી ચેઈઆઈ” સૂત્ર "જાવંત કે વિ સાહૂ” સૂત્ર અને "જય વિયરાય સૂત્ર" - આ ત્રણ સૂત્રો "મુક્તાસૂક્તિ મુદ્રાથી બોલવામાં આવે છે.' – એક નવકાર મંત્રનો જે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે તે સમયે ઊભા રહેવાની મુદ્રા “જિનમુદ્રામાં હોય છે. હાથ-પગના આકારોને મુદ્રા કહે છે ! – "જાવંતી ચેઈઆઈ" સૂત્ર બોલતી વખતે ત્રણે લોકમાં રહેલી શાશ્વત અને અશાશ્વત્ સર્વ જિનપ્રતિમાઓને ભાવવંદનારૂપ પ્રણિધાન કરવામાં આવે છે. – "જાવંત કેવિસાહૂ” સૂત્ર બોલતી વેળાએ દુનિયામાં રહેલા સર્વ સાધુપુરુષોને ભાવવંદના કરવાની હોય છે. સાધુ-વંદનારૂપ પ્રણિધાન કરવામાં આવે છે ! "જય વિયરાય સૂત્રમાં પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે. પરમાત્મા પાસે આપણે કંઈક માગીએ છીએ. એમાં આપણું મન એકાગ્ર રહે, એ પ્રણિધાન છે. પરમાત્મા પાસે શું માગો છો તમે લોકો, જાણો છો ? "જય વિયરાય” સૂત્રનો શું અર્થ છે તે જાણો છો ? ઓછામાં ઓછું "ચૈત્યવંદન”માં જેટલાં સૂત્રો આવે છે, તેમના તો અર્થો લખી લો ! અર્થ જાણ્યા સિવાય ચૈત્યવંદન કરવામાં મજા નહીં આવે ! ભાવવૃદ્ધિ નહીં થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy