SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કેવા બનવું છે, દોસ્ત ? તમે ક્યારેય દરિયાના તીરે મૉર્નિંગ વૉક’ લેવા કે ઢળતા સૂરજની આખે લટાર મારવા નીકળ્યા છો ખરા? દરિયાના કિનારે ભીની ભીની રેતીમાં પગલાં ધર્યાં છે? દરિયાની લહેરોને સ્પર્શીને આવતી ‘સૉલ્ટી’ હવાની તાજી લહેરખી ચહેરા પર સ્પર્શી છે ખરી ? આ બધું તો ઠીક.... પણ, ક્યારેય દરિયાના પાણીને ખોબામાં ભરીને હોઠે અડાડયું છે ? થૂ...થૂ...કરી નાખ્યું હશે ! પાણી મોમાં જતાવેંત જ થૂંકી કાઢયું હશે ! કારણ કે દરિયાનું પાણી ખારું ખારું ઊસ.... હોય છે ! શા માટે, તમે જાણો છો ? દરિયો પાણીને સંગ્રહે છે! એકઠું કરે છે....એ સંઘરાખોર છે...માટેખારો રહે છે જ્યારે નદીનું પાણી ચોકખું અને મીઠું મધ જેવું હોય છે કારણ કે નદી પાણીને વહેતું રાખે છે....એમાં ગતિ છે ! જે આપે છે તે સહુને ગમે છે. જે સંગ્રહે છે તે કોઈને નથી ગમતા. આપોદિલ દઈને ! અહીં તો લૂંટાવાથી લાલીરહેછે લાલા ! વાદળાંઓ પણ જો વ૨સે તો વહાલાં લાગે .... ભર્યુંભર્યાં વાદળાં પણ જો ઘેરાઈ જ રહે તો વાતાવરણ Java Educatip International વિચારપંખી-૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy