SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પણ, જવું છે કાં ? જરી રોકાઈ જાવ ! Please, wait just a minute ! કયાં જઈ રહ્યા છો ? જરી તો વિચારો ! કયારનાયે ચાલ્યા જ કરો છો ! અરે, ચાલતા નથી પણ દોડયેજ જાવ છો....જુગજુગથી ! પણ કયાં ? એ વિચાર્યું છે કયારેય ? કયાં જવા માટે નીકળ્યા છો ? ચાલી-ચાલીને કયાં પહોચવું છે ? દોડી દોડીને કયાં જવું છે ? પહેલા મંઝિલ તો નક્કી કરો.... પહેલા લક્ષ્ય નિર્ધારિત કરો....યાત્રા આપોઆપ આરંભાઈ જશે....મંઝિલ વગર તમે ચાલ્યા જ કરશો તો પહોંચશો કયાં ? જયાં જવાનું છે ત્યાં નહીં પહોંચાય અને રસ્તાઓમાં અટવાઈને જિંદગી પૂરી થઈ જશે ! બહુ સમજવાની જરૂર છે. “નામ ન જાનું ગાંવકા, બિન જાને કિત જાઊં? ચલતે ચલતે જુગ ભયો દો કોસ પર ગાંવ !’’ પાસેજ મંઝિલ હોય.... આપણી બાજુમાં થઈને જ આપણું લક્ષ્ય સરકી જાય.... છતાં યે આપણને ખબર નહીં પડે ! ને આપણે એને ખોળવા માટે ખાંખાખોળાં કર્યા કરશું ! કદમ ભરતાં પહેલાંજ વિચારી લો કે કયાં જવું છે તમારે ? અને કઈ દિશા છે તમારી? વિચારપંખી - ૭ Jain Education International For Private & Personal Use Only
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy