SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ સ્વપ્ન એવા છે રાય સિદ્ધાર્થ ! એવાં છે સતી રાણી ત્રિશલા ! એવા છે કુમાર નંદી ! એવાં છે કુમારી સુદર્શના ! બધી વાતે લીલાલહેર છે. ધન, ધાન્ય, પુત્ર, પુત્રી: વિસ્તારની કે વસ્તુની કોઈ વાતે અછત નથી. સહુ કુળધર્મ પાળે છે ને જીવનધર્મ આચરે છે. શાંતિ એમની છે. દયા એમની છે. પુરુષાર્થ એમનો છે. પરોપકાર એમનો છે. ધર્મપાલનમાં એ ફૂલ જેવાં કોમળ છે. અધર્મ સામે વિજ જેવાં નીડર છે. ગોકુળ એ વખતનું ધન છે. ગોધણ સાચું ધન છે. એનો ઉત્સવ ઊજવાય છે. ખીર, ખાજાં ખવાય છે. દૂધ-દહીંની નદીઓ રેલાય છે ! એવા પવિત્ર પર્વ દિવસની એક રાત છે. બે પહોર વીત્યા છે. ગૌપૂજા ને ગૌસેવા કરીને રાજા-રાણી સૂતાં છે. એવે વખતે ત્રિશલાદેવીને સુંદર સ્વપ્ન આવે છે ! એક-બે નહિ, પણ પૂરાં ચૌદ સ્વપ્ન આવે છે ! ચૌદ વM # ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy