SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ કરે પણ એ પરિમલ વિના પંકજ જેવી જ ગણાય. વસ્તુ દેખાય ઘણી પણ એમાં સત્ત્વ કાંઈ ન હોય. એટલે જ વિવેકી માણસો દુનિયામાં ધમાલ ભરેલા શબ્દો કરતાં, અર્થ ભરેલા કાર્ય તરફ વધારે લક્ષ આપતા હોય છે. એ જેમ કાર્ય કરતા જાય તેમ એમાંથી સુવાસ પ્રગટતી જાય અને કાર્યની સુવાસ જ્યારે બોલે છે ત્યારે એની આગળ માણસની વાચા સાવ પામર લાગે છે. પણ અવિવેકી માણસો તો બોલવાને બહુ મહત્ત્વ આપતા હોય છે. એ તો એમ જ માનતા હોય છે કે વાચાળતાથી જ આ જગતનો રથ અવિરતપણે ચાલે છે, પણ અર્થહીન અને વિવેકહીન વાચાથી અનર્થની હારમાળા ઊભી થાય છે, એ એમના ધ્યાનમાં નથી આવતું. આજ જ્યારે વિવેકની ચર્ચા ઊપડી છે, ત્યારે મુંબઈનો એક પ્રસંગ મને યાદ આવે છે. નવેક વાગ્યાનો સમય હતો. ગુમાસ્તા ધારા પ્રમાણે સમયસર દુકાન બંધ કરી, હરિલાલને માથે ચોપડા ઉપડાવી રમણલાલ ઘેર જઈ રહ્યા હતા. એમનું ઘર ત્રીજા ભોઈવાડામાં હતું, એટલે ગલીના વળાંક પાસે જ રસિકલાલનો ભેટો થઈ ગયો. રસિકલાલ રમણલાલનો હરીફ હતો, અને ગુંડો પણ ખરો. એના મનમાં ઘણા વખતની દાઝ હતી. એ તક જોતો હતો. લાગ મળે તો અપમાનનો બદલો તમાચાથી વાળવાની એને ધૂન ચઢી હતી. આજનો પ્રસંગ રસિકને ઠીક લાગ્યો. માર્ગમાં ખાસ કોઈની અવરજવર પણ નહોતી. ગલીનો વળાંક હતો. બત્તી જરા દૂર હતી, એટલે લાગ જોઈ એણે રમણલાલને એક ધોલ મારી, એની પાઘડી ધૂળ ભેગી કરી, છૂ થઈ ગયો. રમણલાલ શાણા, ચકોર અને સમયજ્ઞ હતા. એણે પાછું વાળી જોયું પણ રસિકલાલ ક્યારનોય અદૃશ્ય થઈ ગયો હતો. એટલે કાંઈ પણ બોલ્યા વિના, પાઘડીની ધૂળ ખંખેરી, માથા પર મૂકી, જાણે કાંઈ જ બન્યું નથી એ રીતે આગળ વધ્યા. હરિલાલ એ રમણલાલનો વફાદાર અને ભલો નોકર હતો. એનાથી આ દશ્ય ન જોવાયું. એને લાગી આવ્યું, પણ પકડનાર કરતાં ભાગનારના પગમાં જોર અને વેગ વધારે હતાં. એ પાછળ દોડ્યો, પણ પહોંચી ન શક્યો; એટલે બબડવા લાગ્યો : “અરે, અરે, આણે શેઠની ઇજ્જત લીધી ! શેઠનું અપમાન કર્યું ! નીચ બદમાશે શેઠની પાઘડી ધૂળ ભેગી કરી !' મકાનમાં પેસતાં જ સામો રામો મળ્યો, “અરે રામા ! પેલા નાલાયક રસિકે શેઠને તમાચો માર્યો, શેઠની પાઘડી ધૂળ ભેગી કરી, શેઠની ઇજ્જત ૨૮૮ - મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy