________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો મહિમા
જે ખરેખર આસન્ન સિદ્ધિવાલા, રત્નત્રયીના આરાધક અને ગ્રંથિભેટવાળા ભવ્યાત્માઓ છે, તે આ અધ્યયનોને ભણે છે.
૦ ૦ ૦. સર્વ જીવનો કલ્યાણની જ એક ભાવનાથી પરમાત્મા મહાવીરે ફરમાવેલ અંતિમ દેશના ના શબ્દ દેહ રૂપ ગ્રન્થ એટલે જ ઉત્તરાધ્યયન સૂત્ર આ સૂત્ર અનેક ભવ્યાત્માઓને મોહ રાહ ચીંધનારૂં બને છે.
૦ ૦ ૦. જે અભવ્ય અને ગ્રંથિનો ભેદ નહિ કરનારા છે, તે અનંત સંસારી છે, તે સંક્ષિપ્ત કર્મવાળાઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પઠનમાં અભવ્ય-અયોગ્ય છે.
૦ ૦ ૦. જેમ ભુંડ ને ચોખા આદિના ઉત્તમ ભોજન ને આરોગવાની ઇચ્છા થતી નથી તેમ અભવ્ય જીવને ઉત્તરાધ્યયન સૂત્ર જેવા ઉત્તમ ગ્રન્થને પઠનની રૂચી થતી નથી.
૦ ૦ ૦ વિદ્ધરહિત જે આત્માએ આરંભેલ આ ઉત્તરાધ્યયનો મહામુશ્કેલીએ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનોને મેળવે છે. આ પ્રમાણે પૂર્વ ઋષિઓ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org