SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ४९) कमलबन्धमयश्रीनेमिनाथस्तवनम् આ સ્તોત્ર પંચજિન સ્તવન અંતર્ગત છે. ૮-૮ પદ્યમાં પ્રાકૃત ભાષામાં પૂર્વોક્ત પાંચ પરમાત્માની ભાવવાહી સ્તવના અહીં થયેલી છે. જો કે પ્રાપ્ત હસ્તપ્રતમાં લિપિકારથી મહાવીરસ્વામી પરમાત્માનું સ્તવન છૂટી ગયું છે. રચના તો પાંચે પરમાત્માની થઈ છે. જેનો ઉલ્લેખ કવિશ્રીએ કર્યો છે. 'इअ उसह जिणिंदे, संतिनाहे अ नेमि, जिणवरसिरिपासे, वद्धमाणे ति पंचा। विमलकमलबंधेनेव सेवारएणं, इह अमरगिरिम्मि संथुआ दिंतु सिद्धिं ॥' આ ઉલ્લેખ પ્રમાણે પાંચ પરમાત્માના સ્તોત્ર અમરગિરિ પર રચ્યા છે અને દરેક સ્તોત્ર કમલબંધમય છે. આદિનાથ સ્તવનના અંતે કવિશ્રીએ પોતાનું નામ આપ્યું છે. 'विजयदानगुरुपयपंकए, भमरएण रएण जिणं थुओ। कमलबंधमएण मए थुई, नयरदेवगिरम्मि गिरंवई ।' આ ઉલ્લેખ અનુસાર વિજયદાનસૂરિના શિષ્ય જિનરત્નજીએ પ્રસ્તુત સ્તોત્રની રચના કરી છે. તથા અમરગિરિ=દેવગિરિ નામના નગરમાં રચના થઈ છે. પ્રત્યેક શ્લોકની વિવક્ષા કરીએ તો ચતુષ્ઠલ કમલબંધમય સ્તોત્ર થાય પરંતુ સંપૂર્ણ સ્તવન પ્રમાણે દ્વાશિદ્દલ કમલબંધ થાય. અહીં ઉદાહરણ તરીકે બે શ્લોકની અષ્ટદલ કમલાકૃતિ આપી છે. શબ્દાલંકાર ગૂંથતા પણ સ્તવનનો ભાવપક્ષ અખંડિત રહ્યો છે. જે આ કૃતિની આગવી વિશેષતા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy