SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Sી શુભાશીર્વચનમ 27 પ્રાચીન ન્યાય અને નવ્ય ન્યાય બંને ન્યાય ચાયના વિશ્વમાં પ્રસિદ્ધ છે. પ્રાચીન ન્યાયમાં કોઈપણ વસ્તુને સિદ્ધ કરવા માટે તર્કનું તર્કથી નિરુપણ થાય છે. તર્કનું તર્કથી ખંડન થાય છે. જયારે નવ્ય ન્યાયની નીતિ કાંઈક કઠિનતાપૂર્ણ “અવચ્છેદકાવચ્છિન્ન” વાળી હોવાથી મૂળવસ્તુને ફેરવી ફેરવીને સિદ્ધ કરવાની વૃત્તિ હોય છે. જૈન જગતમાં હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રાચીન ચાયના પુરસ્કત ગણાય છે. જ્યારે સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મ.સા.જૈન ન્યાયના આદિપુરુષ ગણાય છે. તે પછી કાશીમાં અભ્યાસ કરીને આવેલ મહોપાધ્યાયજી યશોવિજયજી મ.સા. પણ નવ્ય ન્યાયના નિષ્ણાત બન્યાં. અજૈનોમાં તો પહેલેથી નવ્ય ન્યાય ખૂબ પ્રચલિત હતો. મારી ધારણા પ્રમાણે નવ્યન્યાયમાં જ્ઞાન ઓછું પણ બુદ્ધિની કસોટી વધારે. જ્યારે પ્રાચીન ન્યાયમાં બુદ્ધિની કસોટીની સાથે જ્ઞાનની પ્રાપ્તિ વિશેષ પ્રકારે થઈ શકે છે. પ્રાચીન ઋષિ મુનિઓએ તર્ક દ્વારા વસ્તુની સિદ્ધિ કરવા માટે સતત અને સખત પ્રયત્ન કર્યો છે. જૈનાગમોમાં કોઈપણ વસ્તુની કયારેય સિદ્ધિ કરવી હોય તો તર્કની પ્રધાનતા કાયમમાટે રહી છે. એટલે જ “તર્વપ્રથાનો દિ :” આગમનો અર્થ જ એ છે. નય, પ્રમાણ વગેરેથી શુદ્ધ ન થયેલો. એકપણ શબ્દ ક્યારેય પણ પ્રવૃત્તિમતુ બની શકતો નથી.
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy