________________
[ ૨૪]
- મારા પર પકારી જન્મકાળથી જ સંયમધર્મ પ્રત્યેનું પૂર્ણ બહુમાન જગાડી અનેક વિદને વચ્ચેય ઢાળશા બની સંયમધર્મની પ્રાપ્તિ કરાવીને મારા જીવનના આંતરિક વિકાશમાં પિતાના મન, વચન અને કાયાની શક્તિઓને સર્વ રીતે સમુચિત પ્રકારે વિનિયોગ કરનાર પૂ. મુનિ ભગવંતશ્રી ગુણયશ વિજયજી મહારાજના પવિત્ર ચરણેમાં ભક્તિસભર હદયે પૂર્ણ અહાભાવથી નમસ્કાર કરું છું.
આ ગ્રંથરત્નનું આત્મલક્ષી બનીને શાંતચિત્તે અધ્યયન મનન કરવામાં આવે અને એમાં દર્શાવેલા માર્ગે શક્તિમુજબ ચાલવામાં આવે જેથી જરૂર મિથ્યાત્વની મંદતા, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અને અપ્રમત્તદશા વગેરે ગુણસ્થાનકેની. પ્રાપ્તિ સુલભ બને પરિણામે સર્વકર્મનો ક્ષય કરી આપણે સૌને આત્મા સિદ્ધિપદને ભોક્તા બને એવી શુભાભિલાષા સાથે વિરમું છું.
દિ. ફા. વ-૪ શુક્રવાર વિજયદાનસૂરિ જ્ઞાન મંદિર કાળુપુર રોડ અમદાવાદ–૧
પપૂ૦ તપસ્વી, ગુરૂભક્તિ પરાયણ મુનિ ભગવંતશ્રી ગુણયશ વિજયજી મહારાજને વિનેય મુનિ કીતિયશ વિજય