SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૭ જૂની પ્રતોનો-અને જાની પ્રતો એટલે પૂજાનો વિષય-જેમાંથી અઢળક ધન મળી જાય કે એકદમ મુક્તિ મળી જાય એવું આમાં કાંઇક અગમ્ય છે. એવી માન્યતાનો વિષય! પ્રદર્શનની ગોઠવણીમાં કોઈપણ જાણકાર માણસનો હાથ હોય એમ જણાતું ન હતું; વિષયો પ્રમાણે ગ્રંથો ગોઠવવાનો પ્રયત્ન હતો પણ તેમાં ઘણી ભૂલો હતી. સ્ત્રીઓને માટે કાંઈ ખાસ સગવડ ન હતી. જે રીતે ધક્કામુકીમાં સ્ત્રી-પુરુષો ભેગા થઈ જતા, જોનાર કાંઈ જોઈ શકે એ પહેલાં પ્રદર્શકો જે રીતે બૂમો પાડતા, જ્ઞાનપૂજા કરવાની હાસ્યજનક હાકલો જે રીતે થતી-તે ઉપરથી પ્રેક્ષકને જરૂર એમ લાગે કે જાણે અમદાવાદમાં હજી પહેલી વાર પ્રદર્શન ભરાય છે. વ્યવસ્થિત ધંધો ચલાવનારા જૈન વ્યવસ્થિત પ્રદર્શન ન ભરી શકે એ કેવી જ્ઞાન પૂજા કહેવાય ? વર્તમાન જૈનો એકલી દ્રવ્યપૂજા કરવાની કુશળતા તેમણે ગુમાવી દીધી છે ? જેના પૂર્વજોએ હિંદુસ્તાન માટે આટલો વારસો સોંપ્યો તે જૈનો તેનું વ્યવસ્થિત પ્રદર્શન પણ ન ભરી શકે ?” x x [એક પ્રતની નોંધ લેતાં ભજીયાએ હાથ પકડ્યો-“શેઠની મનાઇ હૈ કુચ બી લીખનેકી મનાઇ હૈ-એ કારણ બતાવવું, છેવટે પ્રદર્શનના એક કાર્યકર્તા પાસે જવું વગેરે ખેદકારક પ્રસંગની રા. રસિકદાસની નોંધ અત્ર ઉતારવી યોગ્ય નથી.] આ પ્રદર્શન જોઈ દરેક પ્રાચીન સંસ્કૃતિના અભ્યાસીને થયું હશે કે ગુજરાત પાસે હજી આ પ્રાચીન ગ્રંથોની સમૃદ્ધિ ઘણી છે. આ ગ્રંથોને કોઈ સાર્વજનિક સંસ્થામાં વ્યવસ્થિત રીતે સાચવવા જોઇએ, (આ ગ્રંથો કેવળ જૈનોની મુડી નથી, તે આખા ભારતવર્ષની સમૃદ્ધિ છે.) તેમનું વ્યવસ્થિત રીતે વર્ગીકરણ થવું જોઈએ, તેમનાં વર્ણન આપતાં સૂચીપત્રો થવાં જોઇએ, ખાસ ગ્રંથોના સંપાદન થવાં જોઈએ ઇત્યાદિ ઈત્યાદિ. પણ અનેક વિઘ્નો છે ! જેની ઉપર કહ્યું તેમ હજી દ્રવ્યપૂજામાં રાચે છે, સંપ્રદાયની સંકુચિતતામાં હજી શરમ જોતા નથી, ગુજરાતનો ઈતર વિદ્વાનવર્ગ જૈન સાહિત્યની ઉપેક્ષા કરે છે, ગુજરાતનો ધનિક વર્ગ અસંસ્કારી છે, તેમને આવી બાબતોમાં પૈસા ખર્ચવા નકામા લાગે છે-ઈત્યાદિ વિચાર પરંપરા મારા જેવાને થાય તેથી શું ?” ૨૮. આમ પ્રદર્શન ભરાયા પહેલાં મેં અને ભરાયા પછી રા. રસિકલાલભાઈએ જણાવ્યું છતાં તેનું કંઇએ પણ રચનાત્મક સ્થાયી કાર્ય દેખાયું નથી; હમણાં ખબર મળી છે કે “જૈનસાહિત્ય પ્રદર્શન વીર સં. ૨૪૫૭ પ્રશસ્તિ સંગ્રહ એ મથાળાથી કેટલાક ગ્રંથોની પ્રશસ્તિઓનો સંગ્રહ વિદ્યારસિક મુનિ શ્રી ચતુરવિજયજીના સંશોધકપણ નીચે આસ્તે આસ્તે છપાય છે. બહાર પડે ત્યારે ખરો. આ છતાં પણ તે માટે અને સાહિત્યપ્રદર્શન ગોઠવી જનતાને દર્શન કરાવવા માટે લીધેલ શ્રમ ખાતર દેશવિરતિ સમાજને કંઈક અભિનંદન ઘટે છે. ૨૯. સાર્વજનિક ભંડાર અને પ્રદર્શન ઉપરાંત વિદ્વાનો ઉત્પન્ન કરવાનાં ધામોની-વિહાર કે આશ્રમોની બહુ જરૂર છે, પણ તેમાં ઘણી મુશ્કેલી છે. એ માટે ધન, વિદ્વત્તા અને જીવનસમર્પણ હોય તો જ એવાં ધામ ઉભાં થઈ નભી શકે. આ વિશે એક સુંદર બનાવ ગાંધીજીએ મહેસૂરની મુલાકાત ૧૯૨૭ના ઓગસ્ટમાં લીધી ત્યારે બન્યો તે લક્ષમાં રાખવા યોગ્ય છે. “મહેસૂરનું પુરાતત્ત્વ ખાતું એક આશ્ચર્યકારક વસ્તુ છે. ત્રીસ વર્ષો થયાં એ કામ કરે છે. એ ખાતા દ્વારા મહેસૂરના પુરાતત્ત્વનાં તમામ સાધનોની શોધખોળ થઈ છે. શિલાલેખોનું વર્ગીકરણ થયું છે અને હજી વધારે ને વધારે પ્રકાશ પડ્યો જાય છે. એ ખાતાનું એક “પુરાતત્ત્વમંદિર છે. મંદિરની બહાર દિવાલમાં પ્રાચીન મૂર્તિઓનાં દર્શન કરીને જ માણસ જાણે છે કે કયા મંદિરમાં તે પ્રવેશ કરી રહ્યો છે. એના પુસ્તકાલયમાં ૧૧,૦૦૦ હસ્તલેખો છે. આજે એના મુખી ડૉ. શામશાસ્ત્રી છે. આ હસ્તલિખિત પ્રતોમાંથી કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર' એમણે ખોળ્યું. Jain Education International For Private & Peasonal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy