SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૧ ભાવાર્થ-વાદ અને પ્રતિવાદ તેમજ અનિશ્ચિત પદાર્થને કહેનારા માણસો ઘાણીના બળદની ગતિની જેમ તત્ત્વના પારને પામતા નથી. વિશેષાર્થ-વાદ એટલે પૂર્વપક્ષ અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષ તેને પરના પરાજય માટે તથા પોતાના જયને માટે કરવાથી વસ્તુ ઘર્મરૂપ તત્ત્વનો અંત પામી શકાતો નથી. વળી પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કર્યા વિના તેનું અનિર્ધારિત સ્વરૂપ કહેવાથી પોતાના અત્યંત સ્વાભાવિક આત્મજ્ઞાનના અનુભવને પામી શકાતું નથી. જેમ ઘાણીમાં જોડેલો વૃષભ ગમે તેટલું ફરે તો પણ કોઈ બીજા સ્થાનને પામતો નથી, તેમ તત્ત્વજ્ઞાનને નહીં ઇચ્છનારો મનુષ્ય અનેક શાસ્ત્રોમાં શ્રમ કર્યા છતાં પણ તત્ત્વના અનુભવનો સ્પર્શ માત્ર પણ કરતો નથી. એ જ કારણથી સાતે નય સ્વેચ્છા પ્રમાણે જ્ઞાનના સ્વરૂપને કહે છે. જ્ઞાનના ચાર નિક્ષેપો આ પ્રમાણે છે–શુદ્ધના આલાપ રૂપ જે જ્ઞાન તે નામજ્ઞાન કહેવાય છે. સિદ્ધચક્રાદિકમાં સ્થાપન કરેલું જ્ઞાનપદ તે સ્થાપનાજ્ઞાન કહેલું છે. ઉપયોગ રહિત પાઠ માત્ર કરવો તે દ્રવ્યજ્ઞાન કહેવાય છે. તત્ત્વાર્થનું જ્ઞાન જે પુસ્તકમાં લખેલું હોય છે, તે પણ દ્રવ્યજ્ઞાન કહેવાય છે. ઉપયોગ વિના સ્વાધ્યાય કરવો તે પણ દ્રવ્યજ્ઞાન છે, અને ઉપયોગપરિણતિ તે ભાવજ્ઞાન છે. તેમાં ભાષાદિકના રૂંઘરૂપ જે જ્ઞાન તે નૈગમ નયની અપેક્ષાએ જ્ઞાન જાણવું. સંગ્રહનયની અપેક્ષાએ અભેદ ઉપચારથી સર્વ જીવો જ્ઞાનરૂપ જાણવા. વ્યવહારનયની અપેક્ષાએ પુસ્તકાદિકમાં રહેલું જ્ઞાન જાણવું અને ઋજુસૂત્રનયે તત્પરિણામ સંકલ્પરૂપ જ્ઞાન જાણવું. અથવા જ્ઞાનના હેતુભૂત વીર્યને નૈગમનય જ્ઞાન કહે છે, સંગ્રહનય આત્માને જ્ઞાન કહે છે, વ્યવહારનય ક્ષયોપશમ પ્રમાણે જ્ઞાન સંબંથી વ્યવહાર પ્રવૃત્તિને જ્ઞાન કહે છે, અને ઋજુસૂત્ર વર્તમાન યથાર્થ અયથાર્થ વસ્તુતત્ત્વના બોઘને જ્ઞાન કહે છે. શબ્દનયની અપેક્ષાએ સમ્યગ્દર્શન પૂર્વક યથાર્થ વસ્તુસ્વરૂપના બોઘરૂપ લક્ષણવાળું, કારણ તથા કાર્યની અપેક્ષાવાળું, પોતાને તથા પરને પ્રકાશ કરનારું અને સ્યાદ્વાદથી યુક્ત જે જ્ઞાન તેને જ્ઞાન જાણવું. સમભિરૂઢનયની અપેક્ષાએ જ્ઞાનવાચી સમગ્ર વચન પર્યાયોની શક્તિની પ્રવૃત્તિ રૂપ જ્ઞાન જાણવું, અને એવંભૂત નયની અપેક્ષાએ કેવળજ્ઞાનને જ જ્ઞાન જાણવું. અહીં સમ્યગૂ રત્નત્રયના ઉપાદેય લક્ષણવાળું પરમજ્ઞાન તે શુદ્ધ જ્ઞાન છે. કહ્યું છે કે पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्य, ज्ञानमाहुर्मनीषिणः॥४॥ ભાવાર્થ-સમુદ્ર વિના ઉત્પન્ન થયેલા અમૃતરૂપ, ઔષઘ વિના ઉત્પન્ન થયેલા જરામરણને નાશ કરનાર રસાયણરૂપ અને સૈન્યાદિક અન્ય કોઈ પણ વસ્તુની અપેક્ષારહિત શક્રચક્રીપણાના ઐશ્વર્યરૂપ તે જ્ઞાન છે એમ પંડિતો કહે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ! જ્ઞાનનો સમ્યગૂ પ્રકારે આદર કરવો યોગ્ય છે.” ઇત્યાદિ ગૌતમ ગણઘરની દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા ગાંગિલ રાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપી માતાપિતા સહિત મોટા ઉત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી. પછી સાલ, મહાસાલ અને ગાંગિલ વગેરેને સાથે લઈને શ્રી ગૌતમસ્વામી જિનેશ્વર પાસે જવા માટે ચંપા તરફ ચાલ્યા. માર્ગમાં સાલ અને મહાસાલ વિચાર કરવા લાગ્યા કે “આ અમારી બહેન, બનેવી અને ભાણેજને ધન્ય છે કે જેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy