SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૦૩] સ્થિરતા ગુણ ૭૫ ભાવાર્થ‘દેવોનું સ્વામીપણું (ઇંદ્રપણું) પામી શકાય છે, તેમજ પ્રભુતા પણ પામી શકાય છે, તેમાં કાંઈ સંદેહ જેવું નથી; પરંતુ એક જિનેન્દ્રે પ્રરૂપણ કરેલો ઘર્મ જ પામી શકાતો નથી, તે જ એક વિશેષ દુર્લભ છે.’ "" धम्मो पवत्तिरूवो, लब्भइ कइया वि निरयदुखतया । जो निअवत्थुसहावो, सो धम्मो दुल्लहो लोए ॥ २॥ ભાવાર્થ-‘નરકના દુ:ખથી પીડા પામીને કોઈક વખત પ્રવૃત્તિરૂપ ધર્મ તો પામી શકાય છે. પણ જેમાં આત્મવસ્તુનો સ્વભાવ રહેલો છે એવો જે ધર્મ તે આ લોકમાં દુર્લભ છે.’’ એ જ કારણથી વસ્તુસ્વરૂપ ધર્મના સ્પર્શવડે કરીને જ તે સાધુ શુભ ધ્યાનમાં મગ્ન થઈ કાયોત્સર્ગે રહ્યા. તે વખતે કોઈ એક ચક્રવર્તી ચોરાશી લાખ હાથી, ઘોડા અને રથથી યુક્ત તથા છન્નુ કરોડ પદાતિ સહિત અનેક વારાંગનાઓને નૃત્ય કરાવતો તે માર્ગે નીકળ્યો. તેણે તે મુનિને જોઈને વિચાર્યું કે,‘‘અહો! આ મુનિમાં આત્મસ્વરૂપમાં મગ્ન થવાનો ગુણ કેવો અપ્રતિમ છે? તે વાણીથી કહી શકાય તેમ નથી. મારા સૈન્યમાં રહેલા સ્પર્શનાદિક પાંચે ઇન્દ્રિયોના વિષયોને જોયા છતાં પણ તે જોતા નથી, માટે હું હાથી પરથી ઊતરીને તેમને બોલાવું.'' એમ વિચારી હાથી પરથી નીચે ઊતરીને તે બોલ્યો કે,“હે મુનિ! હું ચક્રવર્તી રાજા તમને વાંદું છું.'' એમ વારંવાર રાજાએ કહ્યું તોપણ તે મુનિએ ધ્યાનમાં હોવાથી સાંભળ્યું નહીં, કારણકે તે તો આત્માનો સ્વાભાવિક ધર્મ અને તેની અઢાર હજાર શીલાંગરથાદિ સેના તેને જોવામાં જ એકતાનવાળા હતા; પ૨વસ્તુ તો વિભાવ દશાવાળી હોવાથી તે પરાવલોકન કરતા નહોતા. આ પ્રમાણે આત્મગુણમાં મગ્ન થયેલા (ભાવિતાત્મા) તે મુનિની સામે ચક્રવર્તી અરધા પહોર સુધી જોઈ રહ્યો, તો પણ તેમણે પોતાનું ધ્યાનમગ્નપણું છોડ્યું નહીં. પછી રાજાએ મુનિના ગુણની પ્રશંસા કરતા સતા શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. મુનિ પણ અનુક્રમે કેવળજ્ઞાન પામી સિદ્ધિપદને પામ્યા. ‘સમગ્ર સાધ્ય(આત્મસ્વરૂપ)ને સાઘનાર એવા પોતાના આત્મામાં જ રહેલા મગ્નતા ગુણને પામીને આત્મઋદ્ધિ—પોતાની સેના—જોવામાં જ તત્પર અને સમાધિમાં રહેલા સોમવસ મુનિએ ઇન્દ્રિય વિષયોથી ભરપૂર એવા ચક્રવર્તીની સેના સામું જોયું પણ નહીં.’’ વ્યાખ્યાન 303 સ્થિરતા ગુણ दर्शनादिगुणावाप्तौ, विभावेष्वपवर्तना । सा स्थिरता दिवा रात्रावरक्तद्विष्टतां गता ॥ १ ॥ ભાવાર્થ—‘દર્શનાદિક ગુણોની પ્રાપ્તિ માટે રાત્રીદિવસ વિભાવ પદાર્થોમાં રાગ દ્વેષ તજીને તે પદાર્થોથી પાછા ફરવું તેને સ્થિરતા કહેલી છે.’’ આ સ્થિરતા પૂર્વાચાર્યોએ ઘણે પ્રકારે વર્ણવેલી છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણની સ્થિરતા ક્રિયારહિત હોવાથી અને પુદ્ગલોની સ્થિરતા સ્કંધાદિનિબદ્ધ હોવાથી તે આત્મતત્ત્વના સાધનમાં હેતુભૂત નથી, પણ આત્માની સ્થિરતા જ હેતુભૂત છે. તેમાં નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy