SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ દોષથી ફ્લેશ પામે છે એમ સિદ્ધ થયું, તો હવે ભદ્ર પ્રકૃતિ રાખવી તે જ યોગ્ય છે.” એમ વિચારતાં તેને જાતિસ્મરણ થયું; તેથી પોતાનો સ્વર્ગવાસ તથા દુષ્ટ જાતિમદ ને વિચારતો તે બળ કોઈ સંવિગ્ન સાધુ પાસે ગયો. તેમની પાસે ઘર્મ શ્રવણ કરીને તેણે દીક્ષા લીધી. પછી વિહાર કરતાં અન્યદા તિંદુક નામના ઉદ્યાનમાં હિંદુક યક્ષના ચૈત્યમાં તે મુનિ પ્રતિમા ઘારણ કરીને રહ્યા. એક દિવસ તે ચૈત્યમાં કૌશલિક રાજાની પુત્રી ભદ્રા ઘણી સખીઓ સાથે પરવરેલી આવી. ત્યાં યક્ષને નમીને ક્રીડા કરવામાં પ્રવૃત્ત થઈ. ક્રીડા કરતાં તે સર્વેએ વરને આલિંગન કરવાનું મિષ કરીને ચૈત્યના જુદા જુદા સ્તંભો પકડ્યા. તેમાં રાજપુત્રી કાયોત્સર્ગ ઊભેલા તે મુનિને સ્તંભ ઘારીને તેમને જ આલિંગન કરીને બોલી કે, “હું આ વરને વરી છું.” થોડી વારે વર્ણ શ્યામ અને વિકરાળ એવા તે મુનિને જોઈને તે બૂમ પાડતી સતી થૂ થૂ કરવા લાગી. તે જોઈને યક્ષને ક્રોઘ ચડ્યો; તેથી તેણે તે રાજકન્યાનું મુખ વાંકું કરી નાંખ્યું, શરીર કદરૂપું કર્યું અને પરવશ કરી દીધી. પછી તે યક્ષ બોલ્યો કે, “જો આ સ્ત્રી મુનિને પતિપણે સ્વીકારશે તો જ હું તેને મુક્ત કરીશ.” તે સાંભળીને રાજાએ તેને જીવતી રાખવાના હેતુથી તેમ કરવાનું કબૂલ કર્યું. પછી તે રાજપુત્રી સ્વજનોની અનુજ્ઞાથી યક્ષના ચૈત્યમાં જ રહી, અને મુનિને અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી, પણ મુનિએ તેની જરા પણ ઇચ્છા કરી નહીં; એટલે તે પાછી ઓસરી. પછી યક્ષે ઘડીમાં પોતાનું સ્વરૂપ અને ઘડીમાં મુનિનું સ્વરૂપ દેખાડી છેતરીને આખી રાત્રી તેની વિડંબના કરી. પ્રાત:કાળે “મુનિ તો તને ઇચ્છતા નથી' એવાં યક્ષનાં વચનથી તે રાજપુત્રી ખિન્ન મનવાળી થઈ સતી પોતાના પિતાને ઘેર ગઈ. તેને પાછી આવેલી જોઈને સોમદેવ નામના પુરોહિતે રાજાને કહ્યું કે, “આ ઋષિપત્ની બ્રાહ્મણને કહ્યું.” તે સાંભળીને રાજાએ તે પુરોહિતને જ આપી. તેણે તેને પોતાની પત્ની કરી. અન્યદા પ્રિયા સહિત યજ્ઞ દીક્ષા ગ્રહણ કરીને તેણે યજ્ઞનો આરંભ કર્યો. હવે હરિકેશી નામના ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા બળ નામના તે જિતેન્દ્રિય મુનિ એક દિવસ ભિક્ષા માટે તે બ્રાહ્મણના યજ્ઞપાટકમાં જ ગયા. તે તપસ્વીને આવતા જોઈને બ્રાહ્મણો અનાર્યની જેમ તેનો ઉપહાસ કરવા લાગ્યા, અને કહેવા લાગ્યું કે, “અરે! તું કોણ છે? તારું આવું બીભત્સ રૂપ જોવાને પણ અમે યોગ્ય નથી. તું શી ઇચ્છાથી અહીં આવ્યો છે? અમારી દ્રષ્ટિથી દૂર જા.”ઇત્યાદિ વચનો સાંભળીને પેલો યક્ષ જે નિરંતર મુનિની સાથે જ રહેતો હતો તે કોપાયમાન થયો; તેણે મુનિના દેહમાં પ્રવેશ કરીને કહ્યું કે, “હું શ્રમણ (સાધુ) છું, બીજાને માટે તૈયાર કરેલું અન્ન લેવા માટે હું આવ્યો છું, અહીં તમોએ ઘણું અન્ન રાંધ્યું છે; તો તેમાંથી શેષનું પણ અવશેષ પ્રાંતે રહેલું હોય તે મને સાધુને આપો.” એ પ્રમાણેનાં વચનો સાંભળી યાજ્ઞિકો બોલ્યા કે, “આ સિદ્ધ કરેલું ભોજન બ્રાહ્મણોને જ દેવા યોગ્ય છે, તને શુદ્રને દઈ શકાય તેમ નથી. જગતમાં બ્રાહ્મણ સમાન બીજું કોઈ પુણ્યક્ષેત્ર નથી, તેમાં વાવેલું બીજ મોટા ફળને આપે છે.” મુનિના શરીરમાં રહીને યક્ષ બોલ્યો કે, “તમે યજ્ઞમાં હિંસા કરો છો, આરંભમાં રક્ત છો, અજિતેન્દ્રિય છો, તેથી તમે તો પાપક્ષેત્ર છો. વિશ્વમાં મહાવ્રતને ઘારણ કરનાર મુનિના જેવું બીજું કોઈ પુણ્યક્ષેત્ર નથી.” આ પ્રમાણે તે યક્ષે યજ્ઞાચાર્યનું અપમાન કર્યું. તે જાણીને તેના શિષ્યો બોલ્યા કે, “અમારા ઉપાધ્યાયનો તું પ્રત્યનિક છે, માટે હવે તો તને કાંઈ પણ આપીશું નહીં, નહીં તો કદાચ અનુકંપાને લીધે કાંઈ ૧. કાયોત્સર્ગ કરીને સ્થિર રહેવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy