SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ આવી પહોંચ્યો, એટલે તેણે વિચાર્યું કે, “આ દ્રવ્યના પ્રભાવથી પ્રતિક્ષણે મને રૌદ્રધ્યાન થયા કરે છે, માટે આ અનર્થ કરનારી વાંસળીને નદીના મોટા દ્રહમાં નાખી દઉં.” એમ વિચારીને તેણે તરત જ નદીના મોટા ઘરામાં તે વાંસળી નાંખી દીધી. તે જોઈને નાના ભાઈએ કહ્યું કે, “અરે ભાઈ! આ તમે શું કર્યું?” મોટો ભાઈ બોલ્યો કે, “દુખ બુદ્ધિ સહિત મેં વાંસળીને અગાઘ જળમાં નાંખી દીધી છે.” એમ કહીને તેણે પોતાના દુષ્ટ વિચારો નાના ભાઈને કહ્યા. તે સાંભળીને નાનો ભાઈ પણ બોલ્યો કે, “તમે બહુ સારું કર્યું, મારી પણ તેવી જ દુષ્ટ બુદ્ધિ થતી હતી, તે પણ નાશ પામી.” પછી તે બન્ને ભાઈઓ પોતાને ઘેર આવ્યા. અહીં તે વાંસળીને એક યુઘિત મત્સ્ય ગળી ગયો. તે મસ્ય ભારે થઈ જવાથી તરત જ કોઈ એક મચ્છીમારની જાળમાં પકડાયો. તેને મારીને મચ્છીમાર ચૌટામાં વેચવા આવ્યો. તે બન્ને ભાઈઓની માતાએ મૂલ્ય આપીને તે મત્સ્ય વેચાતો લીધો, અને ઘેર આવીને પોતાની દીકરીને વિદારવા આપ્યો. તે દીકરીએ મત્સ્ય કાપતાં તેમાં વાંસળી દીઠી. તેને છાની રીતે લઈને પોતાના ખોળામાં સંતાડી. તે જોઈને માતાએ પૂછ્યું કે, “તેં શું સંતાડ્યું?” પુત્રી બોલી કે, “કાંઈ નહીં.” માતા ખાતરી કરવા માટે તેની પાસે ગઈ. એટલે પુત્રીએ તેને હાથમાં રહેલા છરાવડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો, તેથી તે ડોશી મૃત્યુ પામી. પછી ગભરાઈને તે અમારી બહેન એકદમ ઊઠી, એટલે તેના ખોળમાંથી તે વાંસળી ભૂમિપર પડતી અમે સાક્ષાત્ જોઈ. તેથી અમને બન્ને ભાઈઓને વિચાર થયો કે, “અહો! આ તે જ અનર્થ કરનાર ઘન છે કે જેને અમે ફેંકી દીધું હતું!' ઇત્યાદિ વિચારીને માતાની ઊર્ધ્વક્રિયા કરીને અમે બન્ને ભાઈઓએ વૈરાગ્યથી તે વાંસળીનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. માટે હે શ્રાવક! તે ભય અત્યારે મને યાદ આવ્યું. તમે જ જુઓ કે તે અર્થ (ઘન) કેવું ભયકારી છે?” અભય બોલ્યા કે, “હે પૂજ્ય! આપનું વાકય સત્ય છે, ઘન સ્નેહવાળા ભાઈઓમાં પણ પરસ્પર વૈર કરાવનારું છે, સેંકડો દોષ ઉત્પન્ન કરનારું છે અને હજારો દુઃખોને આપનારું છે. તેના ભયથી આપે જે આ ચારિત્ર લીધું તે બહુ સારું કર્યું છે, કેમકે દુઃખને આપનારા એવા અનેક વિકલ્પોને કરાવનારું ઘન છે.” આ દૃષ્ટાંત સાંભળી અભયકુમાર ઘનનું દુઃખદાયી પરિણામ જાણવા છતાં પોતે ઘનનો આદર કર્યો છે એમ વિચારીને તે શિવસાધુની તથા કાયોત્સર્ગે રહેલા સુસ્થિત મુનિની પ્રશંસા કરવા લાગ્યો. વ્યાખ્યાન ૨૯૮ સુસ્થિત મુનિ વાળું દ્રષ્ટાંત (ચાલુ) तथैव सुस्थितं साधु, कायोत्सर्गजुषं मुदा । देहप्रमार्जनार्थाय, द्वियामे सुव्रतो ययौ ॥१॥ ભાવાર્થ-“તે જ પ્રમાણે હર્ષપૂર્વક કાયોત્સર્ગને સેવનારા સુસ્થિતમુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે બીજે પ્રહરે સુવ્રત સાઘુ ગયા.” આ શ્લોકમાં સૂચવેલા સુવત મુનિનો પ્રબંધ આ પ્રમાણે છે- હવે બીજે પ્રહરે સુસ્થિત મુનિના દેહને પ્રમાર્જવા માટે સુવ્રત સાથુ ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે પણ પોતાનું કાર્ય કરીને હાર જોઈ બીજો પ્રહર પૂરો થયે પાછા વળ્યા, અને “અહો! મહા ભય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy