SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ કાળના દોષથી ઘણા મુનિઓ પ્રાયે પ્રમાદી, મમતાવાળા અને ચારિત્રનું પાલન કરવામાં શિથિલ થવા લાગ્યા. તે જોઈને સમગ્ર પાપને દૂર કરનાર તે હેમવિમલસૂરિએ સૂરિના ગુણોથી વિરાજમાન, સૌભાગ્ય ને ભાગ્યથી પૂર્ણ અને સંવેગરૂપ તરંગના સમુદ્ર સમાન એવા આનંદવિમલસૂરિને યોગ્ય જાણીને તરત જ ઘર્મના અભ્યદયની સિદ્ધિને માટે પોતાના પટ્ટ પર સ્થાપન કર્યા. તે સૂરિએ વિક્રમ સંવત ૧૫૮૨ માં સંવેગના વેગવાળા મુનિઓને શરણભૂત એવો ચારિત્રક્રિયાનો ઉદ્ધાર કર્યો. શરીર ઉપર પણ મમત્વ વિનાના એવા તેમણે પોતાના પાપની આલોચના કરીને જે દુષ્કર તપ કર્યું તે આ પ્રમાણે-અરિહંતાદિક વિશ સ્થાનકોનું ધ્યાન કરતાં તે નિર્વિકાર સૂરિએ ચારસો ઉપવાસ વડે વીસ સ્થાનક તપ કર્યો, પછી વરિષ્ઠ (શ્રેષ્ઠ) એવા ચારસો છઠ્ઠ વડે તેનું આરાઘન કર્યું. વિહરમાન જિનનો આશ્રય કરીને વિસ છઠ્ઠ કર્યા, પછી બસો ને ઓગણત્રીશ છઠ્ઠ શ્રી વીરપ્રભુને આશ્રયીને કર્યા, તથા પાખી વગેરે પર્વમાં પણ બીજા ઘણા છઠ્ઠ કર્યા. પછી જ્ઞાનાવરણીય કર્મના નાશ માટે પાંચ દ્વાદશમ (પાંચ પાંચ ઉપવાસ) કર્યા, અને તેટલા જ દ્વાદશમ અંતરાય કર્મના નાશ માટે કર્યા. દર્શનાવરણીય કર્મના નાશ માટે નવ દશમ (ચાર ચાર ઉપવાસ) કર્યા. મોહનીય કર્મના નાશ માટે અઠ્ઠાવીશ અઠ્ઠમ કર્યા. તે જ પ્રમાણે વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મના નાશ માટે પણ ઘણા અઠ્ઠમ તથા દશમ કર્યા. માત્ર એક નામકર્મ સંબંધી તપ તે આચાર્ય કરી શક્યા નહીં. પ્રાંતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન ગ્રહણ કરીને તે આનંદવિમલસૂરિ ચિત્તમાં ચતુર શરણનું સ્મરણ કરતાં સ્વર્ગસુખને પામ્યા. ત્યાર પછી તે સૂરિના પટ્ટ ઉપર સર્વત્ર વિજયમાન, નયવાન (ન્યાયી) અને સમયવાન (સિદ્ધાંતોના જાણનાર) શ્રી વિજયદાનસૂરિ થયા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અખંડ વિજયમાળા શ્રી હીરવિજયસૂરિ થયા. આ વર્તમાન કાળમાં પણ તે સૂરિના મહિમાને દેવસમુદાયે ગાયો હતો. આ સૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામેલા અકબર બાદશાહે દયાનું ધ્યાન ઘરતાં આખી પૃથ્વીને જૈનઘર્મમય કરી દીધી હતી. ત્યાર પછી તેમના પટ્ટને ઉદયાચળ પર્વતના શિખરને શરદ્ ત્રઋતુના પ્રદીપ્ત સૂર્યની જેમ વિજયસેનસૂરિએ શોભાવ્યું. ત્યાર પછી તેમના પટ્ટને અજ્ઞાનરૂપ અંઘકારનો નાશ કરનાર, લોકોના મનરૂપી પદ્મનો વિકાસ કરનાર, કુતર્કરૂપી હિમનો નાશ કરનાર, મહા દોષરૂપી રાત્રિનું ઉચ્છેદન કરનાર અને જ્ઞાનરૂપ દિવસની લક્ષ્મીનો ઉદય કરનાર એવા વિજયતિલક નામના સૂરિએ આકાશને સૂર્ય અલંકૃત કરે તેમ અલંકૃત કર્યું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર ચંદ્રકિરણના સમૂહ જેવા ઉવલ અર્થવાદનો પ્રચાર કરનાર, રાજસભાઓમાં વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરનાર, જાણે ગૌતમસ્વામીના પ્રતિનિધિ હોય એવા હીરવિજયસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિ થયા. તે બોધિના નિધિ સમાન સૂરિ પોતાના ગચ્છમાં મોટી ખ્યાતિને પામ્યા. તેમના પટ્ટ ઉપર શ્રી વિજયરાજસૂરિ થયા. તેમના ચારિત્રરૂપી મહાસાગર વડે જ્ઞાનનો નિથિ વૃદ્ધિ પામ્યો અને તેથી શાસનરૂપી ગૃહનો ઉદ્યોત કરવામાં તેઓ દીપ સમાન થયા. ત્યાર પછી ત્રિભુવનેશ્વર પ્રભુનું ધ્યાન કરવાના લાલચુ શ્રી વિજયમાનસૂરિ થયા. તેમની વાણીની મીઠાશથી પરાભવ પામેલી દ્રાક્ષ જાણે લwથી સંકોચ પામી હોય એમ લાગતું હતું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર સિદ્ધાંતવાણી બોલવામાં ચતુર અને મારા જેવાને પ્રથમ આગમનો ઉપદેશ કરનાર એવા વિજયઋદ્ધિ નામે આચાર્ય થયા. તેમણે અનેક લોકોને ન્યાયમાર્ગે ચલાવ્યા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અમારા ગુરુ શ્રી વિજય ૧ શ્રી ઋદ્ધિવિજયના પ્રશિષ્ય લક્ષ્મીવિજય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy