SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૭]. ગુરુ પટ્ટાવળી ૨પ૭ ભાવાર્થ-“સુર, અસુર અને મનુષ્યોએ સ્તુતિ કરેલો તથા છત્રીશ ગુણરૂપી રત્નોથી આર્યા એવો શ્રી સુધર્માદિક ગણઘરોની પરંપરાવાળો ગુરુપટ્ટનો ક્રમ ધ્યાન કરવા યોગ્ય છે.” ગુરુ (આચાર્ય) પરંપરાનો ક્રમ હીરસૌભાગ્ય કાવ્યમાં કહેલો છે. તે પ્રમાણે અહીં લખીએ છીએ. શ્રી વીરજિનેશ્વરને ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર ઉત્તમ ગણઘરો હતા. તેઓ જાણે પ્રથમ શિવે દગ્ધ કરેલો કામદેવ પાર્વતીના લગ્નમાં ફરીથી પ્રગટ થયો તેને હણવાની ઇચ્છા રાખનાર અગિયાર રુદ્ર (શિવ) પ્રગટ થયા હોય તેવા શોભતા હતા. તે ગણઘરોમાં શ્રી વર્ધમાનસ્વામીના પટ્ટને ઘારણ કરવામાં ઘુર્ય એવા શ્રી સુઘર્માસ્વામી થયા. “જગતમાં વૃષભ વિના બીજો કોણ ઘૂસરીના સ્થાનને અવલંબન આપે?” તે સુઘર્માસ્વામીના પટ્ટ ઉપર યશલક્ષ્મી વડે કુંદપુખનો તથા શંખનો પણ તિરસ્કાર કરનાર જંબૂસ્વામી થયા. જંબુસ્વામી બાળક જેવા છતાં પણ તેનાથી પરાભવ પામેલો કામદેવ જાણે લ% પામ્યો હોય તેમ અદ્રશ્ય થઈ ગયો. તે જંબૂસ્વામીના પટ્ટની લક્ષ્મીને ચંદ્રમુખી સ્ત્રીને જેમ તિલક શોભાવે તેમ પ્રભવસ્વામીએ શોભાવી, કે જે પ્રભવસ્વામીએ ચોરરૂપ થઈને પણ સાર્થવાહની જેમ પ્રાણીઓને કલ્યાણકારી એવી મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરાવી, તે અતિ આશ્ચર્ય છે. ત્યાર પછી તે પ્રભવસ્વામીના પટ્ટને પિતાના સિંહાસનને જેમ રાજા શોભાવે તેમ શäભવસ્વામી શોભાવતા હતા, જેમના કંઠપીઠમાં મુક્તામણિની માળાની જેમ સર્વ વિદ્યાઓ ફુરણાયમાન થઈને શોભી રહી હતી. ત્યાર પછી સિંહ જેમ પર્વતના શિખરને શોભાવે તેમ તેમના પટ્ટને કીર્તિરૂપી આકાશગંગા વડે દિશાઓને પૂર્ણ કરતા એવા શ્રી યશોભદ્રસૂરિ શોભાવતા હતા. ત્યાર પછી જેમ શ્રાવણ માસનો મેઘ જળવૃષ્ટિથી કદંબ, જંબૂ અને કુટજ વૃક્ષોના વનને પલ્લવિત કરે તેમ શ્રી યશોભદ્રસ્વામીના પટ્ટને શ્રી સંભૂતિવિજય આચાર્યે પોતાની શોભાથી અલંકૃત કર્યું. ત્યાર પછી તે સંભૂતિવિજયના સતીર્થ્ય (ગુભાઈ) ભદ્રબાહુ આચાર્ય સમગ્ર આગમના પારદર્શી થયા, જેમણે વજરત્નની ખાણમાંથી વજરત્નની જેમ દશાશ્રુતસ્કન્દમાંથી કલ્પસૂત્ર ઉદ્ધર્યું. ત્યાર પછી તે સંભૂતિવિજય તથા ભદ્રબાહુસ્વામીની પટ્ટલક્ષ્મીને પોતાના વંશરૂપી સમુદ્રમાં કૌસ્તુભમણિ જેવા શ્રી સ્થૂલભદ્રસ્વામીએ યશથી ત્રણ લોકની જેમ શોભાવી. ત્યાર પછી સારથિના રથને વહન કરવામાં બે વૃષભ હોય તેમ તે સ્થૂલભદ્રના પટ્ટ ઉપર અનુક્રમે ઘર્મઘુરાને ઘારણ કરનારા આર્યમહાગિરિ તથા આર્યસુહસ્તિ થયા. ત્યારપછી તે આર્યસહતિ મુનીન્દ્રના પટ્ટને વિષ્ણુના પાદક્રમરૂપ આકાશને સૂર્યચંદ્રની જેમ શ્રી સુસ્થિતસૂરિ તથા સુપ્રતિબદ્ધસૂરિ નામના તેમના બે શિષ્યોએ સુશોભિત કર્યું. પૂર્વે સુઘર્માસ્વામીથી આરંભીને સુહસ્તિસૂરિ થયા ત્યાં સુધી સાધુઓનું નિગ્રંથ નામ હતું, એટલે નિગ્રંથગચ્છ કહેવાતો, અને આ બે સુસ્થિત તથા સુપ્રતિબદ્ધ સૂરિના વખતથી બીજું કોટિકગણ એવું નામ થયું. તેનો હેતુ એ છે કે તે સૂરિએ સૂરિમંત્રનો એક કરોડ વાર જાપ કર્યો હતો. ત્યાર પછી તે સુસ્થિત અને સુપ્રતિબદ્ધસૂરિની પટ્ટલક્ષ્મીના તિલકરૂપ મુનિઓમાં ચક્રવર્તી સમાન શ્રી ઇન્દ્રદિન્ન આચાર્ય થયા. તેમણે બળરામે જેમ યમુનાનો પરાભવ કર્યો તેમ દાંભિકપણાનો પરાભવ કર્યો હતો. ત્યાર પછી અંગીરા તાપસથી બૃહસ્પતિની જેમ તે ઇન્દ્રજિન્ન આચાર્યથી ઘણા ગુણવાન શ્રી દિન્નસૂરિ થયા. તેમણે જેમ નારાયણે કાલનેમિ અસુરનો નાશ કર્યો તેમ રાગનો નાશ Jain Edu ભાગ ૫-૧૭) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy