SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૮]. પહેલા પ્રત્યેકબુદ્ધ કરકંડુ ૨૨૫ માટે તું સત્વર ચાલ્યો જા, નહીં તો તું પણ હમણાં મારા કોપાગ્નિમાં પતંગરૂપ થઈ જઈશ.” તે સાંભળીને બ્રાહ્મણે ત્યાંથી શીધ્રપણે કરકંડુ પાસે જઈને તે વૃત્તાંત કહ્યું; તેથી ક્રોઘ પામેલા કરકંડુએ મોટું સૈન્ય લઈને ચંપાપુરી ઘેરી લીધી. બન્ને રાજાના સૈન્યોને પરસ્પર મહાયુદ્ધ થયું. તે વાત દવિવાહનની રાણી જે સાધ્વી થયેલા હતા તેમણે સાંભળી, તેથી તે પ્રથમ કરઠંડુ પાસે આવ્યા; એટલે કરકંડુ ઊઠીને સામો જઈ તેમને નમ્યો. પછી સાધ્વીએ તેને એકાંતમાં લઈ જઈને પૂર્વની સર્વ હકીકત કહીને કહ્યું કે “હે પુત્ર! પોતાના પિતા સાથે યુદ્ધ કરવું તે તને યોગ્ય નથી. કદાચ તને આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો જન્મ વખતે તારા હાથમાં મેં પહેરાવેલી તારા પિતાના નામવાળી મુદ્રિકા જો.” કરકંડ તે જોઈને શંકારહિત થયો સતો બોલ્યો કે “હે માતા! તમે મારા પિતાની પાસે જઈ આ વાતનો બોઘ કરો.” એટલે તે સાધ્વી ત્યાંથી દધિવાહન પાસે ગયા, અને તેને પણ પૂર્વનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજાએ પૂછ્યું કે “તે ગર્ભ ક્યાં ગયો?” સાધ્વી બોલ્યા કે “હે રાજા! જેણે તમારું નગર ઘેર્યું છે તે જ તે ગર્ભ છે.” ઇત્યાદિ સર્વ વૃત્તાંત સાંભળીને આનંદ પામેલો રાજા પુત્રને મળવા ઉત્કંઠિત થઈ તેની સામો ચાલ્યો. તેમને આવતા જોઈ કરકંડુ પણ પગે ચાલતો સન્મુખ ગયો, અને પિતાના ચરણમાં પડ્યો. પિતાએ તેને બે હાથે પકડી લઈને આલિંગન કર્યું. પછી અનુક્રમે દધિવાહન રાજાએ તેને રાજ્ય સોંપીને દીક્ષા ગ્રહણ કરી. કરકંડુ રાજા ન્યાયથી બન્ને રાજ્ય ચલાવવા લાગ્યો. એકદા કરકંડુ રાજા ગોકુળ (ગાયોનો વાડો) જોવા ગયો. ત્યાં તેણે રૂપા જેવો અતિ શ્વેત એક વાછરડો જોયો. તેને જોતાં જ તેના પર અતિ પ્રેમ આવવાથી તેમણે ગાયો દોનારને કહ્યું કે “આ વાછરડાને માત્ર તેની માનું જ દૂઘ પાવું એમ નહીં, પણ બીજી ગાયોનું દૂઘ પણ તેને હમેશાં પાવું.” તે સાંભળીને તે ગોપાલક પણ તે પ્રમાણે કરવા લાગ્યો; એટલે તે વાછરડો ચંદ્રની કાંતિ સાથે પણ સ્પર્ધા કરે તેવો શ્વેત અને અત્યંત પુષ્ટ થયો. રાજા તેને બીજા વૃષભો સાથે યુદ્ધ કરાવતો, પણ કોઈ સાંઢ તેને જીતી શક્યો નહીં. પછી કેટલાક કાળ વ્યતીત થયા પછી એકદા રાજા ગોકુળ જોવા ગયો. ત્યાં નાના વાછરડાઓ જેને લાત પ્રહાર કરે છે એવો વૃદ્ધ વૃષભ જોઈને રાજાએ ગોપાળને પૂછ્યું કે “પેલો મહાવીર્યવાળો પુષ્ટ વૃષભ ક્યાં છે?” ગોપાળે કહ્યું કે “હે દેવ! તે જ આ વૃષભ છે, પણ તે વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયેલો છે.” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “અહો! સર્વ પદાર્થો અનિત્ય છે. પ્રત્યંચાના ટંકાર શબ્દથી પક્ષીઓની જેમ જેના ભાંભરવાથી (ઘડૂકવાથી) બળવાન વૃષભો પણ નાસી જતા હતા તે આજે નાના વાછરડાઓની લાતોના પ્રહારને સહન કરે છે. જેનું સ્વરૂપ જોઈને ચંદ્રના દર્શનની પણ ઇચ્છા થતી નહીં તે આજે તેની સામે જોવાથી પુરીષની જેમ જુગુપ્સા ઉત્પન્ન કરે છે; તેથી આ પરાક્રમ, આ વય, આ રૂપ, આ રાજ્ય અને આ વૈભવ વગેરે સર્વ ધ્વજાના છેડાની જેવાં ચંચળ છે એમ પ્રત્યક્ષ ભાસ થાય છે; તેમ છતાં પણ માણસો અજ્ઞાનને લીધે આ વાતને સમજતા નથી; માટે હું તો આત્મતત્ત્વને પ્રાપ્ત કરાવનાર સ્વભાવઘર્માનુયાયી ઘર્મનું સેવન કરી જન્મનું સાફલ્ય કરું.” એ પ્રમાણે વિચાર કરીને પોતે જ પોતાના હાથ વડે મસ્તક પરના કેશનો લોચ કરીને દેવતાએ આપેલા મુનિવેષને ઘારણ કરી આત્મઘર્મમાં રાગી થયેલા તે પ્રત્યેકબુદ્ધ કરકંડુ મુનિ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. Jain Educભાગ૫૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy