SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) द्वाविमौ पुरुषौ लोके, शिरःशूलकरौ परौ । गृहस्थश्च निरालंबी, सालंबी च यतिर्भवेत् ॥१॥ ભાવાર્થ-“ગૃહસ્થ આલંબન રહિત (દરિદ્રી) હોય, અને યતિ આલંબન સહિત (માયાવીદ્રવ્યવાનું) હોય તો તે બે પુરુષો આ દુનિયામાં મસ્તકમાં અત્યંત શૂળ ઉત્પન્ન કરનારા છે.” દંભી માણસોને નકાર (ના કહેવી તે) ગુણકારી છે. કેમકે मनमांहि भावे मुंड हलावे, नं नं कही कही लोक सुणावे । मनकी बात कबहु को जाणे, कपट चिन्ह ए माल बखाणे ॥१॥ ભાવાર્થ-“મનમાં ગમતું હોય પણ માથું હલાવે, ના ના કહીને લોકોને સમજાવે, પણ મનની વાત કોણ જાણે? આ પ્રમાણે માલ કવિએ કપટનું ચિહ્ન કહેલું છે.” પછી ઢંઢાએ પોતાનો અભિપ્રાય જણાવ્યો કે “કૃપણ માણસનો મોટો ઘવલ મહેલ હોય તો પણ તે શા કામનો? પણ જ્યાં પંથીજનોને વિશ્રાંતિ મળતી હોય તેવું ઝૂંપડું ઘણું સારું.” આ પ્રમાણેના તેના નિઃસ્પૃહતાનાં વચનો સાંભળીને શ્રેષ્ઠી તેને માનપૂર્વક હોલિકા પાસે લઈ ગયો, અને તેને કહ્યું કે “હે પુત્રી! આ તારી ગુણી છે. તેની પાસે તું અભ્યાસ કરજે અને તેની સેવા કરજે.” ત્યારથી આરંભીને તે હોલિકા ઢંઢા સાથે રહેવા લાગી, પણ મનમાં કામપાળના સંગની ઇચ્છા હોવાથી તે ભણતી નહીં. કહ્યું છે કે “જેને કાંઈ સહજ પણ બોઘ નથી તેની પાસે ઘણી વાતો કરવાથી પણ શું? કૂતરાનું પૂંછડું નિરંતર નળીમાં રાખ્યું હોય તો પણ તે સરલ થતું નથી.” એકદા ઢંઢાએ પૂછ્યું કે “હે પુત્રી! તું સદા ઉદ્વિગ્ન કેમ જણાય છે?” ત્યારે હોલિકાએ પોતાની સત્ય વાત તેને કહી. તે સાંભળીને હુંઢા બોલી કે “તું જરા પણ ઉદ્વેગ કરીશ નહીં. હું તારું કામ થોડા કાળમાં જ સિદ્ધ કરી આપીશ.” એમ કહીને ઢંઢાએ કામપાળને ઘેર જઈને તેને કહ્યું કે “તમારા ચિત્તને હરણ કરનારી હોલિકાને તમારો સંબંધ નહીં થાય તો તમારા વિરહની પીડાથી તે મરણ પામશે.” તે સાંભળીને કામપાળ બોલ્યો કે “અમારા બન્નેનો મેળાપ કયે સ્થાને થાય?” ત્યારે સુંઢા બોલી કે “સૂર્યના મંદિરમાં તમારે આવવું, ત્યાં તે પણ આવશે.” તે સાંભળીને કામપાળ હર્ષ પામ્યો, પણ તે મૂર્ખ વિચાર ન કર્યો કે પરસ્ત્રી સાથે પ્રેમ રાખતાં કેટલી મુદત સુધી ક્ષેમકુશળ રહેશે? કેમકે સાપને સાથરે સૂનારને ક્યાં સુધી ક્ષેમ રહે? પરસ્ત્રીના પ્રેમથી જ તોરણ સહિત લંકાનગરી બળી ગઈ, અને વનો શ્યામવર્ણ થઈ ગયાં. માટે પરસ્ત્રી સાથે પ્રેમ કરનારના શિર ઉપર કાન જ નથી એમ જાણવું. પછી કામપાળે પોતાનું કાર્ય સાધવા માટે તે ઢંઢાને સન્માનપૂર્વક વિદાય કરી. કહ્યું છે કે _ सत सायर मि फर्या, जंबूदीव पइट्ठ । कारण विणु जो नेहडो, सो में कहीं न दीठ्ठ॥१॥ ભાવાર્થ-“જંબુદ્વીપની પ્રદક્ષિણા દેતો દેતો સાત સાગર હું ફર્યો, પણ કારણ વિનાનો સ્નેહ મેં કોઈ ઠેકાણે જોયો નહીં.” પછી ઢંઢાએ હોલિકા પાસે આવીને સર્વ વૃત્તાંત તેને કહ્યો. પ્રાત:કાળે સૂર્યની પૂજા માટે સર્વ સામગ્રી લઈને તે હોલિકા ઢંઢા ગુરુણી સાથે સૂર્યના ચૈત્યે ગઈ. ત્યાં કામપાળ પણ આવ્યો. પછી ઘણા દિવસની વિરહપીડાને લીધે તે કામપાળે તેને ગાઢ આલિંગન કર્યું, ત્યારે તે માયાવી હોલિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy