SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ પામ્યો. પૂર્વ ભવે જિનેશ્વરની આજ્ઞાનું આરાઘન કરેલું ન હોવાથી બાલ્યાવસ્થામાં જ હોલિકાને વિઘવાપણું પ્રાપ્ત થયું. એ બનાવથી તેના માબાપને પણ ઘણું દુ:ખ થયું. કહ્યું છે કે पुत्रश्च मूर्यो विधवा च कन्या, शठं च मित्रं चपलं कलत्रं । विलासकाले धनहीनता च, विनाग्निना पंच दहंति कायम् ॥१॥ ભાવાર્થ-“મૂર્ણ પુત્ર, વિધવા કન્યા, શઠ મિત્ર, ચપળ સ્ત્રી અને વિકાસ કરવાને વખતે (યુવાવસ્થામાં) નિર્ધનતાએ પાંચ અગ્નિ વિના જ મનુષ્યના શરીરને બાળી નાંખે છે.” બાળવિઘવાપણું પ્રાપ્ત થવાના સંબંઘમાં કહ્યું છે કે कुरंडरंडत्तण दोहगाइ, विज्ञत्त निंदू विसकन्नगाइ। जम्मंतरे खंडियबंभधम्मा, ताऊण कुज्जा दढसीलावं ॥ “કુશીલણીપણું, બાળવિઘવાપણું, દુર્ભાગીપણું, વંધ્યાપણું, કાકવંધ્યાપણું અને વિષકન્યાપણું, ઇત્યાદિક જન્માંતરમાં બ્રહ્મચર્ય ખંડન કરવાથી પ્રાપ્ત થાય છે, માટે શીલવ્રતમાં વૃઢ ભાવ રાખવો. પછી તે હોલિકાને તેના માબાપે પોતાને ઘેર લાવીને રાખી. હોલિકા નિરંતર ઘરની મેડી ઉપર ગોખમાં બેસી રહેતી હતી, અને મદોન્મત્તની જેમ કામવ્યથાથી પીડા પામ્યા કરતી હતી. કહ્યું છે કે बालरंडा तपस्वी च, कीलबद्धश्च घोटकः । अन्तःपुरगता नारी, नित्यं ध्यायन्ति मैथुनम् ॥१॥ ભાવાર્થ-“બાળ વિઘવા, તાપસી, ખીલે બાંધી રાખેલો અશ્વ અને રાજાના અન્તઃપુરમાં રહેલી સ્ત્રી નિરંતર મૈથુનનું જ ધ્યાન કરે છે.” વળી– नर सासरे स्त्री पीहरे, यति कुसंगतवास । नदीतीरे तरु माल कहे, यदि तदि होय विणास ॥२॥ “પુરુષ સાસરે રહેવાથી, સ્ત્રી પિયરમાં રહેવાથી, યતિ કુસંગતમાં વસવાથી અને વૃક્ષો નદીને કાંઠે રહેવાથી જ્યારે ત્યારે પણ વિનાશ પામે છે એમ માલ કવિ કહે છે.” શાસ્ત્રમાં કહ્યું છે કે सीसा यजै संजमजोगजुत्ता, पुत्ताय जे गेहभरे नियुत्ता । वियारबुद्धि कुलबालियब्वा, होउण तेसिं उवसंतिमेइं॥१॥ ભાવાર્થ-“જેઓ સંયમયોગથી યુક્ત હોય તે જ શિષ્યો કહેવાય છે, જેઓ ગૃહભારમાં જોડાયેલા હોય તે જ પુત્રો કહેવાય છે, અને જે સદ્વિચારયુક્ત બુદ્ધિવાળી હોય તે જ કુળબાલિકા કહેવાય છે. તેમને કદી વિકારબુદ્ધિ થાય છે તો પણ તે ઉપશાંતિને પામે છે.” માટે શિષ્યને, પુત્રને તથા કુળવધૂને પોતપોતાના કાર્યમાં અવલંબન સહિત એટલે જોડાયેલા રાખવા. આ હોલિકા તો તદ્દન આલંબન રહિત બિલકુલ નવરી હતી, તેથી તેના કામવિકાર કેમ વૃદ્ધિ ન પામે? કહ્યું છે કે यौवनं धनसंपत्तिः, प्रभुत्वमविवेकिता । एकैकमप्यनाय, किमु यत्र चतुष्टयम् ॥१॥ ૧ મૃત પુત્રો પ્રસવે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy