SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૪] સંસારની અસારતા ૨૦૩ કહેશે, તેથી હું અત્યારથી જ તે કન્યાને મેળવવાનો ઉપાય કરું.’ એમ વિચારીને નાવની ઉપલી ભૂમિ પર બેસીને તેણે એકદમ મિત્રને બોલાવ્યો કે ‘“હે મિત્ર! જલદી અહીં આવ, અહીં આવ, મોટું કૌતુક જોવાનું છે. બે મુખવાળો મત્સ્ય વહાણની નીચે જાય છે.” તે સાંભળીને શંખદત્ત આવીને નીચે જોવા લાગ્યો. તેટલામાં તો ધક્કો મારીને તેને શ્રીદત્તે સમુદ્રમાં નાંખી દીધો. પછી નાવના લોકોને વિશ્વાસ પમાડવા માટે તે ફોગટનો પોકાર કરવા લાગ્યો. અનુક્રમે તેના વહાણો ક્ષેમકુશળ સુવર્ણપુરે પહોંચ્યા. ત્યાં શ્રીદત્ત તે કન્યાને લઈને રહ્યો. પછી ત્યાંના રાજા પાસે જઈને તેણે મોટી ભેટ કરી, એટલે રાજાએ તેનું ઘણું સન્માન કર્યું. પછી શ્રીદત્ત તે કન્યાની સાથે લગ્ન કરવા માટે સારું મુહૂર્ત શોધવા લાગ્યો. હવે તે હંમેશાં રાજસભામાં જતો હતો; ત્યાં એકદા તેણે રાજાની ચમરઘારિણીને જોઈ, એટલે તેના સૌંદર્યથી મોહ પામીને તેણે કોઈ માણસને તેનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે તે માણસ બોલ્યો કે “આ સુવર્ણરેખા નામની વેશ્યા છે. આ વેશ્યાની સાથે એક વાર વાત પણ તે કરી શકે છે કે જે તેને એક સાથે પચાસ હજાર દ્રવ્ય આપે છે.’' તે સાંભળીને તેના પર આસક્ત થયેલા શ્રીદત્તે પચાસ હજાર દ્રવ્ય મોકલીને તે સુવર્ણરેખાને પોતાને ત્યાં બોલાવી. પછી પેલી કન્યાને તથા વેશ્યાને—બન્નેને એક રથમાં બેસાડીને તે શ્રીદત્ત ક્રીડા કરવા માટે વનમાં ગયો. ત્યાં એક વાનર ઘણી વાનરીઓ સાથે ક્રીડા કરતો કરતો તે વનમાં આવ્યો. તેને જોઈને શ્રીદત્ત બોલ્યો કે– धिग्जन्म पशुजन्तूनां यत्र नास्ति विवेकता । कृत्याकृत्यविभागेन, विना जन्म निरर्थकम् ॥१॥ ભાવાર્થ-‘પશુઓના જન્મને ધિક્કાર છે કે જેનામાં બિલકુલ વિવેક રહેલો નથી. કાર્ય અને અકાર્યના વિવેચન વિના તેનો જન્મ નિરર્થક છે.’ અહો! માતા, બહેન વગેરેના વિવેકરહિત એવો આ પશુઓનો જન્મ શા કામનો?” તે સાંભળીને ક્રોધાયમાન થયેલ તે વાનર દાંત પીસીને બોલ્યો કે “રે દુરાચારી! તું દૂર સળગતા પર્વતને જુએ છે, પણ પગની નીચે રહેલા અગ્નિને જોતો નથી? સૂઈ અને સરસવ જેવડાં પરનાં છિદ્રોને જુએ છે પણ પોતાના મોટાં બીલાં જેવડાં દોષોને જોતો નથી? અરે અધમમાં પણ અધમ! મિત્રને સમુદ્રમાં નાખીને ભોગને માટે પોતાની જ માતાને તથા પુત્રીને પડખામાં રાખી બેઠો છે અને મારી નિંદા કરે છે?’' એ પ્રમાણે તે વાનર તેની નિર્ભર્ત્યના કરીને કૂદકા મારતો પોતાના યૂથમાં દાખલ થઈ ગયો. શ્રીદત્ત વિચાર કરવા લાગ્યો કે ‘આ વેશ્યા મારી માતા શી રીતે? અને આ કન્યા મારી પુત્રી શી રીતે? તે તો સમુદ્રમાંથી મળી છે, અને મારી માતા તો કાંઈક શ્યામ વર્ણવાળી અને શરીરે ઊંચી હતી, અને આ વેશ્યા તો ગૌર વર્ણવાળી અને શરીરે નીચી છે.’’ એમ વિચારીને તેણે વેશ્યાને પૂછ્યું; ત્યારે તે બોલી કે “અરે શેઠ! હું તો તમને ઓળખતીયે નથી. પશુના વચનથી તમે કેમ ભ્રાંતિમાં પડો છો?’’ તોપણ શ્રીદત્તની શંકા મટી નહીં, તેથી તે વાનરને શોધવા માટે આમ તેમ ફરવા લાગ્યો. તેવામાં ત્યાં તેણે એક મુનિને જોયા. તેમને વંદના કરીને શ્રીદત્તે પોતાનો સંદેહ પૂછ્યો, એટલે મુનિ બોલ્યા કે “હું અવધિજ્ઞાનથી જાણું છું તેથી કહું છું કે વાનરે જે કહ્યું છે તે સત્ય છે. પ્રથમ તારી પુત્રીની વાત કહું છું—તું તારી પુત્રીને દશ દિવસની મૂકીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy