SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ योऽपि धर्मप्रतीकारो, न सोऽपि मरणं प्रति । शुभां गतिं ददानस्तु, प्रतिकर्तेति कीर्त्यते ॥२॥ ભાવાર્થ-જે ધર્મરૂપ ઉપાય છે તે પણ મરણનો ઉપાય નથી; પરંતુ તે શુભ ગતિને આપનાર છે માટે તેની પ્રશંસા થાય છે.’' ૨૦૦ [સ્તંભ ૨૩ તે સાંભળીને બ્રાહ્મણ બોલ્યો કે ‘હે સ્વામી! બીજાને દુઃખી જોઈને ઘણા લોકો વૈરાગ્યનું વર્ણન કરે છે, પણ જ્યારે તેવું દુઃખ પોતાને જ પ્રાપ્ત થાય ત્યારે જેનું ચિત્ત સ્થિરતા ન મૂકે તે જ પ્રશસ્ય કહેવાય.’’ ચક્રીએ કહ્યું કે ‘જેઓ પોતાનું વચન પાળે નહીં તેઓને માયાવી જ જાણવા.'' બ્રાહ્મણ બોલ્યો કે ‘ત્યારે હે રાજા! તમારા સાઠે હજાર પુત્રો એક જ સમયે મૃત્યુ પામ્યા છે, માટે તમે પણ શોક કરશો નહીં.’’ તે સાંભળીને એકદમ ભ્રાંતિમાં પડેલો રાજા કાંઈક વિચાર કરે છે, તેટલામાં તો પ્રથમથી સંકેત કરી રાખેલા તે સામંતાદિકે આવીને સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ચક્રી જાણે વજ્રથી હણાયો હોય તેમ તત્કાળ મૂર્છા પામીને પૃથ્વીપર પડ્યો. પછી સેવકોના કરેલા અનેક ઉપચારોથી સાવધ થયો સતો અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યો. ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે હે સ્વામી! મને ‘શોક’ કરવાનો નિષેધ કરીને અત્યારે આપ જ કેમ શોક કરો છો? વિયોગ કોને દુઃસહ ન હોય? પરંતુ જેમ વડવાગ્નિને સમુદ્ર સહન કરે છે, તેમ ઘીર પુરુષ તેવા વિરહના દુઃખને સહન કરે છે. બીજાને શિખામણ આપવી ત્યારે જ શોભે છે કે જ્યારે સમય આવે ત્યારે પોતાના આત્માને પણ શિખામણ આપે.’ આ પ્રમાણેનાં તે બ્રાહ્મણનાં વાક્યોથી બહુવારે ચક્રીએ ધૈર્ય લાવીને તે પુત્રોની ઊર્ધ્વદેહી ક્રિયા કરી. એવા અવસરે અષ્ટાપદ પાસેના પ્રદેશોમાં રહેનારા મનુષ્યોએ આવીને ચક્રીને વિજ્ઞપ્તિ કરી કે ‘“હે સ્વામી! આપના પુત્રોએ જે ગંગાનદીનો પ્રવાહ અષ્ટાપદની ખાઈમાં લાવીને નાખ્યો છે તે ખાઈને પૂર્ણ કરીને હવે ગામોને ડુબાડવા લાગ્યો છે, માટે તેનું નિવારણ કરી અમારું રક્ષણ કરો.'' તે સાંભળીને રાજાએ જહુના પુત્ર ભગીરથને તે કાર્ય માટે આજ્ઞા કરી; તેથી ભગીરથે ત્યાં જઈને અઠ્ઠમ તપ કરવા વડે સર્પરાજને પ્રસન્ન કરી તેની આજ્ઞાથી દંડ વડે ખેંચીને તે પ્રવાહને ગંગાનદીમાં પાછો લઈ જઈ પૂર્વ તરફના સમુદ્રમાં ઉતાર્યો. ત્યારથી ગંગા અને સાગરના સંગમનું તે સ્થળ તીર્થરૂપ થયું, અને ગંગા નદી પણ જઠુના લઈ જવાથી જાહ્નવી અને ભગીરથે તેને સમુદ્રમાં ઉતારી, તેથી ભાગીરથી એવા નામથી પ્રસિદ્ધ થઈ. પછી ભગીરથે પાછા આવીને મોટા ઉત્સવથી અયોધ્યામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ચક્રીએ શત્રુંજયગિરિનો સાતમો ઉદ્ધાર કરી અજિતનાથ સ્વામી પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામીને બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદને પામ્યા. અન્યદા ભગીરથ રાજાએ શ્રી જિનેશ્વરને પૂછ્યું કે “હે સ્વામી! જદ્દુકુમાર વગે૨ે સાઠે હજાર ભાઈઓ સર્વે સમાન આયુષ્યવાળા કેમ થયા?’’ સ્વામીએ કહ્યું કે પૂર્વે કોઈ મોટો સંઘ યાત્રાને માટે સમ્મેતાદ્રિ તરફ જતાં માર્ગમાં કોઈ નાના ગામડા પાસે આવ્યો. ત્યાં સાઠ હજાર ચોરો રહેતા હતા. તેમને કોઈ એક કુંભારે ઘણા વાર્યા, તો પણ તેઓએ તે સંઘને લૂંટ્યો. ત્યાંથી સંઘ મહાકષ્ટ આગળ ગયો. તે વખતે એ સાઠે હજાર લૂંટારાઓએ એક સાથે નિકાચિત પાપકર્મ બાંધ્યું. એકદા તે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy