SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શીલની દૃઢતા ૧૮૧ વ્યાખ્યાન ૩૩૯] છે.’’ એમ વિચારીને તેણે તે મુનિને વંદના કરી. મુનિએ ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળા માગી—તે તેણે આપી. પછી કામદેવને ઉદ્દીપન કરનાર ષડ્સ ભોજન કોશાએ મુનિને વહોરાવ્યું, મુનિએ તેવો આહાર કર્યો. પછી મધ્યાહ્ન સમયે પ્રથમની જ જેમ વસ્ત્રાભૂષણ પહેરીને કોશા મુનિની પરીક્ષા કરવા આવી. તેના હાવભાવ, કટાક્ષ તથા નૃત્યાદિક જોઈને મુનિ ક્ષણવારમાં જ ક્ષોભ પામ્યા. અગ્નિ પાસે રહેલ લાખ, ઘી અને મીણની જેમ તે મુનિએ કામાવેશને આધીન થઈને ભોગની યાચના કરી. ત્યારે કોશાએ તેમને કહ્યું કે “હે સ્વામી! અમે વેશ્યાઓ ઇન્દ્રનો પણ દ્રવ્ય વિના સ્વીકાર કરતી નથી.’’ ત્યારે મુનિ બોલ્યા કે ‘“મને કામજ્વરની પીડા પામેલાને ભોગસુખ આપીને પ્રથમ શાંત કર. પછી દ્રવ્ય મેળવવાનું સ્થાન પણ તું બતાવીશ તો ત્યાં જઈને તે પણ હું તને મેળવી આપીશ!'' તે સાંભળીને તેને બોઘ કરવા માટે કોશાએ તેને કહ્યું કે ‘નેપાલ દેશનો રાજા નવીન સાધુને લક્ષ મૂલ્યવાળું રત્નકંબલ આપે છે, તે તમે મારે માટે લઈ આવો; પછી બીજી વાત કરો.’’ તે સાંભળીને અકાળે વર્ષાઋતુમાં જ મુનિ નેપાલ તરફ ચાલ્યા. ત્યાં જઈ ત્યાંના રાજા પાસેથી રત્નકંબલ મેળવીને કોશાનું ધ્યાન કરતા તે મુનિ તરત જ પાછા ફર્યા. માર્ગમાં ચોર લોકો રહેતા હતા. તેમને તેના પાળેલા પક્ષીએ કહ્યું કે “લક્ષ ધન આવે છે.’ એમ વારંવાર તે પક્ષીએ કહ્યું. તેવામાં મુનિ પણ તે ચોરની નજીક આવ્યા; એટલે તેને પકડીને ચોર લોકોએ સર્વ જોયું, પણ કાંઈ દ્રવ્ય જોવામાં આવ્યું નહીં, તેથી મુનિને છોડી મૂક્યા. ફરીથી તે પક્ષીએ કહ્યું કે ‘‘લક્ષ દ્રવ્ય જાય છે.’’ તે સાંભળીને ફરીથી સાધુને પાછા બોલાવીને ચોરના રાજાએ કહ્યું કે ‘અમે તને અભય આપીએ છીએ, પણ સત્ય બોલ, તારી પાસે શું છે?’’ ત્યારે સાધુ બોલ્યા કે ‘“હે ચોરો ! સત્ય વાત સાંભળો. આ વાંસની પોલી લાકડીમાં મેં વેશ્યાને આપવા માટે રત્નકંબલ રાખેલું છે.’’ તે સાંભળીને ચોરોએ તેને રજા આપી. સાધુએ આવીને કોશાને તે રત્નકંબલ આપ્યું. તે લઈને કોશાએ પગ લૂછી તેને ઘરની ખાળના કાદવમાં નાખી દીધું. તે જોઈને સાઘુએ ખેદયુક્ત થઈ કહ્યું કે “હે સુંદરી! ઘણી મુશ્કેલીથી આણેલું આ મહામૂલ્યવાળું રત્નકંબલ તેં કાદવમાં કેમ નાખી દીધું?’’ કોશાએ કહ્યું કે “હે મુનિ! જ્યારે તમે એમ જાણો છો, ત્યારે ગુણરત્નવાળા આ તમારા આત્માને તમે નરકરૂપી કાદવમાં કેમ નાંખો છો? ત્રણ ભુવનમાં દુર્લભ એવા રત્નત્રયને નગરની ખાળ જેવા મારા અંગમાં કેમ ફોગટ નાંખી દો છો? અને એક વાર વમન કરેલા સંસારના ભોગને ફરીને ખાવાની ઇચ્છા કેમ કરો છો?’' ઇત્યાદિ કોશાનાં ઉપદેશવાળાં વાક્યો સાંભળીને પ્રતિબોધ પામેલા મુનિએ વૈરાગ્યથી કોશાને કહ્યું કે “હે પાપરહિત સુશીલા! તેં સંસારસાગરમાં પડતાં મને બચાવ્યો તે બહુ સારું કર્યું. હવે હું અતિચારથી ઉત્પન્ન થયેલા દુષ્કર્મરૂપ મેલને ધોવા માટે જ્ઞાનરૂપ જળથી ભરેલા ગુરુરૂપી દ્રહનો આશ્રય કરીશ.” કોશાએ પણ તેમને કહ્યું કે ‘“તમારે વિષે મારું મિથ્યાદુષ્કૃત હો; કેમકે હું શીલવ્રતમાં સ્થિત હતી છતાં તમને મેં કામોત્પાદક ક્રિયા વડે ખેદ પમાડ્યો છે; પરંતુ તમને બોઘ કરવા માટે જ મેં તમારી આશાતના કરી છે તે ક્ષમા કરજો, અને હમેશાં ગુરુની આજ્ઞાને મસ્તક પર ચઢાવજો.’’ તે સાંભળીને ‘ઇચ્છામિ’ એમ કહી સિંહગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા. ગુરુ વગેરેને વંદના કરીને ‘હું મારા આત્માને નિંદું છું'' એમ કહી તે મુનિ બોલ્યા કે ‘‘સર્વ સાધુઓમાં એક સ્થૂલભદ્ર જ અતિ દુષ્કર કાર્યના કરનાર છે, એમ જે ગુરુએ કહ્યું હતું તે યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy