SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતરભાગ ૫ [સ્તંભ ૨૩ આ પ્રમાણે પોપટના મુખથી કથા સાંભળીને તે વહુ જતી રહી. ફરીથી પાછી આમ તેમ જતાં તે વહુએ પોપટનું બીજું પીંછું ખેંચીને કહ્યું કે “હે પોપટ! તું તો પંડિત છે!’’ તે સાંભળીને પોપટે હજામની સ્ત્રીની કથા કહી. એ પ્રમાણે કથાઓ કહીને પોપટે આખી રાત્રી નિર્ગમન કરી. પ્રાતઃકાળે તદ્દન પાંખો વિનાના થઈ ગયેલા તે પોપટને પાંજરાની બહાર કાઢ્યો. તેવામાં એક શ્યુનપક્ષીએ તેને મુખમાં ગ્રહણ કર્યો. તેવામાં બીજો શ્યુન પક્ષી આવ્યો; એટલે તે બન્નેનું યુદ્ધ થયું. તે વખતે પહેલા શ્યનના મુખમાંથી પોપટ પડી ગયો. તે અશોકવાડીમાં પડ્યો. ત્યાં તેને પડતાં જ કોઈ દાસપુત્રે લઈને તેને એકાંતમાં રાખી સાજો કર્યો. પછી તે દાસપુત્રે પોપટને કહ્યું કે ‘‘હે પોપટ! મને આ ગામનું રાજ્ય અપાવ.’’ પોપટે કહ્યું કે “પ્રયત્ન કરીશ.’’ ૧૭૮ હવે તે ગામનો રાજા વૃદ્ધ હતો અને અપુત્રીઓ હતો, એટલે તે બીજા કોઈને રાજ્ય આપવાની ઇચ્છા ધરાવતો હતો; તેથી રાજા કુળદેવીનું ધ્યાન કરીને રાત્રે સૂતો હતો. તે સમયે પેલો પોપટ રાજાના પલંગને માથે રહેલા ક્રીડામયૂરના દેહમાં પ્રવેશ કરીને બોલ્યો કે “હે રાજા! તું દાસપુત્રને રાજ્ય આપજે, બીજાને આપીશ તો સાત દિવસમાં રાજ્ય નષ્ટ થશે.’' તે સાંભળીને ‘આ કુળદેવીનું વાક્ય છે' એમ જાણી રાજાએ દાસપુત્રને રાજ્ય આપ્યું. દાસપુત્રે તે પોપટને જ રાજા કર્યો, અને તેની આશા બધે જાહેર કરી. પછી તે પોપટે ઘર્મના ઉપદેશથી જિનદાસ શ્રાવકના કુટુંબને તથા પેલા મહેશ્વરી (મેત્રી) શ્રેષ્ઠીના કુટુંબને પ્રતિબોધ પમાડી શુદ્ધ શ્રાવક કર્યા અને તેમને વૈરાગ્ય ઉપજાવ્યો. પ્રાંતે પોતે સંવેગ પામીને અનશન કર્યું; અને મૃત્યુ પામીને શુભ ધ્યાનના પ્રભાવથી સહસ્રાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકમાં પણ તે પરમ શ્રાવક હોવાથી ધર્મકથા કરવા લાગ્યો; તેથી સર્વ દેવોમાં તે અતિ વિદ્વાન ગણાયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ સિદ્ધપદને પામશે. જ્ઞાનવાન મનુષ્ય અવશ્ય સંવેગનું ભાજન થાય છે; તેથી કરીને જ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે ‘જ્ઞાન આ લોકમાં, પરલોકમાં અને તેથી પણ આગળના સર્વ ભવમાં હિતકારી છે.' વળી ‘જ્ઞાનપિામ્યાં મોક્ષ: સ્વાત્’–‘જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે' એમ પણ કહ્યું છે, માટે જ્ઞાન અને ક્રિયા બન્નેનો ખપ કરવો. ‘‘સર્વ નયનું રહસ્ય સંયમ કહેલું છે; માટે હમેશાં જ્ઞાન અને ક્રિયા વડે આમ પુરુષોએ તેનું સેવન કરવું.’’ 1890 વ્યાખ્યાન ૩૩૯ શીલની દૃઢતા સ્ત્રીની સાથે લાંબા વખતનો સહવાસ છતાં પણ ઉત્તમ પુરુષો પોતાની દૃઢતાને છોડતા નથી. કહ્યું છે કે दिनमेकमपि स्थातुं, कोऽलं स्त्रीसन्निधौ तथा । चतुर्मासीं यथाऽतिष्ठत्, स्थूलभद्रोऽक्षतव्रतम् ॥१॥ ભાવાર્થ-‘જેવી રીતે સ્થૂલભદ્ર મુનિ વ્રતનો ભંગ કર્યા વિના ચાર માસ સુધી સ્ત્રી સમીપે રહ્યા, તેવી રીતે બીજો કયો પુરુષ એક દિવસ પણ રહેવાને સમર્થ છે? કોઈ જ નથી.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy