SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ યોગ દેશવિરતિ અને સર્વવિરતિને વિષે અવશ્ય હોય છે. આ પાંચ યોગ ચપળતાની નિવૃત્તિમાં કારણરૂપ છે. માર્ગાનુસારી વગેરેમાં આ યોગ બીજ માત્ર હોય છે.” આ પ્રમાણે કેવળીના મુખથી ઘર્મોપદેશ સાંભળીને સંસારની અનિત્યતા જાણી પુરોહિત અને ડુંબ બન્ને શુદ્ધ ઘર્મને અંગીકાર કરી પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી અવીને અનુક્રમે મુક્તિને પામશે. સ્થાન વગેરે પાંચ પ્રકારના સુયોગ મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ છે. તે યોગને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ઉજ્જિત સાધુએ ઘારણ કર્યા, તે પ્રમાણે બીજા ભવ્ય જીવોએ પણ આ યોગને વિષે આદર કરવો.” વ્યાખ્યાન ૩૩૨ યજ્ઞ ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाघे-निर्यागप्रतिपत्तिमान् ॥१॥ ભાવાર્થ-“બ્રહ્મ નામના અધ્યયનમાં નિષ્ઠાવાળો, પરબ્રહ્મમાં સાવઘાન અને નિરંતર યાગ જે કર્મદહન તેની પ્રતિપત્તિવાળો બ્રાહ્મણ એટલે મુનિ પાપથી લપાતો નથી.” આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંઘના નવમા બ્રહ્મ અધ્યયનમાં કહેલી મર્યાદામાં વર્તનાર, પરબ્રહ્મ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ જાણવા વડે કરીને સમાધિવાળો અને કર્મદહન કરવા રૂપ જે યાગ તેની અત્યંત નિષ્પત્તિવાળો એવો બ્રાહ્મણ એટલે દ્રવ્યભાવથી બ્રહ્મચર્યનું પાલન કરનાર મુનિ પાપકર્મથી લિપ્ત થતો નથી. હવે યાગ એટલે યજ્ઞ તેનું વર્ણન કરે છે. યજ્ઞ બે પ્રકારના છે. દ્રવ્યયજ્ઞ અને ભાવયજ્ઞ. તેમાં ગોમેદ્ય, નરમેઘ, ગજમેઘ, છાગમેઘ વગેરે દ્રવ્યયજ્ઞમાં અવશ્ય પ્રાણીનો વઘ થાય છે. તે દ્રવ્યયજ્ઞના કરાવનારા આચાર્યો નિર્દયતાથી એવાં વાક્યો બોલે છે કે यज्ञार्थं पशवः सृष्टाः, स्वयमेव स्वयंभुवा । યજ્ઞોચ મૂલ્ય સર્વસ્થ, તમાઘ વધોવધઃ | ઇત્યાદિ “બ્રહ્માએ પોતે યજ્ઞને માટે જ પશુઓ ઉત્પન્ન કર્યા છે, અને યજ્ઞ આ સર્વ જગતના કલ્યાણ માટે છે, તેથી યજ્ઞમાં જે વઘ થાય તે વઘુ (હિંસા) કહેવાય નહીં.” ઔષધિઓ, પશુઓ, વૃક્ષો, પક્ષીઓ અને તિર્યંચો યજ્ઞમાં મરણ પામવાથી ઊંચી ગતિને (સ્વર્ગને) પામે છે. તલ, વ્રીહિ, જવ, અડદ, જળ, મૂળ અને ફળ વિધિપૂર્વક આપવાથી મનુષ્યો પર પિતૃદેવતાઓ એક માસ સુધી પ્રસન્ન રહે છે, મત્સ્યનું માંસ આપવાથી બે માસ સુધી પ્રસન્ન રહે છે, હરિણનું માંસ આપવાથી ત્રણ માસ, ઘેટાના માંસથી ચાર માસ, પક્ષીના માંસથી પાંચ માસ, બકરાના માંસથી છ માસ, વૃષ જાતિના મૃગના માંસથી સાત માસ, એણ જાતિના મૃગના માંસથી આઠ માસ, રૂરૂજાતિના મૃગના માંસથી નવ માસ, ભૂંડ અને મહિષના માંસથી દશ માસ, સસલા અને કાચબાના માંસથી અગિયાર માસ, ગાયનું માંસ, દૂઘ અથવા ખીરથી એક વર્ષ અને ઘરડા બકરાના માંસથી બાર વર્ષ સુધી પિતૃદેવની તૃપ્તિ થાય છે. આ પ્રમાણે સ્મૃતિમાં કહેલી હકીકતને અનુસારે પિતૃના તર્પણને માટે મૂઢ પુરુષો જે હિંસા કરે છે તે પણ દુર્ગતિને માટે જ છે. એ પ્રમાણે યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy